૩૪
૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आउस्स खयेण पुणो णिण्णासो होइ सेसपयडीणं ।
पच्छा पावइ सिग्घं लोयग्गं समयमेत्तेण ।।१७६।।
आयुषः क्षयेण पुनः निर्नाशो भवति शेषप्रकृतीनाम् ।
पश्चात्प्राप्नोति शीघ्रं लोकाग्रं समयमात्रेण ।।१७६।।
शुद्धजीवस्य स्वभावगतिप्राप्त्युपायोपन्यासोऽयम् ।
स्वभावगतिक्रियापरिणतस्य षटकापक्रमविहीनस्य भगवतः सिद्धक्षेत्राभिमुखस्य
ध्यानध्येयध्यातृतत्फलप्राप्तिप्रयोजनविकल्पशून्येन स्वस्वरूपाविचलस्थितिरूपेण परमशुक्लध्यानेन
आयुःकर्मक्षये जाते वेदनीयनामगोत्राभिधानशेषप्रकृतीनां निर्नाशो भवति । शुद्धनिश्चयनयेन
ઉદય થતાં, જે મુક્તિલક્ષ્મીરૂપી સ્ત્રીના મુખકમળના સૂર્ય છે અને સદ્ધર્મના *રક્ષામણિ છે
એવા પુરાણ પુરુષને બધું વર્તન ભલે હોય તોપણ મન સઘળુંય હોતું નથી; તેથી તેઓ
(કેવળજ્ઞાની પુરાણપુરુષ) ખરેખર અગમ્ય મહિમાવંત છે અને પાપરૂપી વનને બાળનાર
અગ્નિ સમાન છે. ૨૯૨.
આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે;
પછી સમયમાત્રે શીઘ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. ૧૭૬.
અન્વયાર્થઃ — [पुनः] વળી (કેવળીને) [आयुषः क्षयेण] આયુના ક્ષયથી [शेषप्रकृतीनाम्]
શેષ પ્રકૃતિઓનો [निर्नाशः] સંપૂર્ણ નાશ [भवति] થાય છે; [पश्चात्] પછી તે [शीघ्रं] શીઘ્ર
[समयमात्रेण] સમયમાત્રમાં [लोकाग्रं] લોકાગ્રે [प्राप्नोति] પહોંચે છે.
ટીકાઃ — આ, શુદ્ધ જીવને સ્વભાવગતિની પ્રાપ્તિ થવાના ઉપાયનું કથન છે.
સ્વભાવગતિક્રિયારૂપે પરિણત, છ +અપક્રમથી રહિત, સિદ્ધક્ષેત્રસંમુખ ભગવાનને પરમ
શુક્લધ્યાન વડે — કે જે (શુક્લધ્યાન) ધ્યાન-ધ્યેય-ધ્યાતા સંબંધી, તેની ફળપ્રાપ્તિ સંબંધી અને
તેના પ્રયોજન સંબંધી વિકલ્પો વિનાનું છે અને નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ છે તેના
*રક્ષામણિ = આપત્તિઓથી અથવા પિશાચ વગેરેથી પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો
મણિ. (કેવળીભગવાન સદ્ધર્મના રક્ષણ માટે — અસદ્ધર્મથી બચવા માટે — રક્ષામણિ છે.)
+સંસારી જીવને અન્ય ભવમાં જતાં ‘છ દિશાઓમાં ગમન’ થાય છે તેને ‘છ અપક્રમ’ કહેવામાં
આવે છે.