કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૬૧
[હવે આ ૧૮૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] ગતિહેતુના અભાવને લીધે, સદા (અર્થાત્ કદાપિ) ત્રિલોકના
શિખરથી ઊંચે જીવ અને પુદ્ગલ બન્નેનું ગમન હોતું નથી જ. ૩૦૪.
પ્રવચન-સુભક્તિ થકી કહ્યાં મેં નિયમ ને તત્ફળ અહો!
યદિ પૂર્વ-અપર વિરોધ હો, સમયજ્ઞ તેહ સુધારજો. ૧૮૫.
અન્વયાર્થઃ — [नियमः] નિયમ અને [नियमस्य फलं] નિયમનું ફળ [प्रवचनस्य भक्त्या]
પ્રવચનની ભક્તિથી [निर्दिष्टम्] દર્શાવવામાં આવ્યાં. [यदि] જો (તેમાં કાંઈ) [पूर्वापरविरोधः]
પૂર્વાપર (આગળપાછળ) વિરોધ હોય તો [समयज्ञाः] સમયજ્ઞો (આગમના જ્ઞાતાઓ)
[अपनीय] તેને દૂર કરી [पूरयंतु] પૂર્તિ કરજો.
ટીકાઃ — આ, શાસ્ત્રના આદિમાં લેવામાં આવેલા નિયમશબ્દનો અને તેના ફળનો
ઉપસંહાર છે.
પ્રથમ તો, નિયમ શુદ્ધરત્નત્રયના વ્યાખ્યાનસ્વરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યો; તેનું
ફળ પરમ નિર્વાણ તરીકે પ્રતિપાદિત કરવામાં આવ્યું. આ બધું કવિપણાના અભિમાનથી નહિ
પણ પ્રવચનની ભક્તિથી પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. જો (તેમાં કાંઈ) પૂર્વાપર દોષ હોય
(अनुष्टुभ्)
त्रिलोकशिखरादूर्ध्वं जीवपुद्गलयोर्द्वयोः ।
नैवास्ति गमनं नित्यं गतिहेतोरभावतः ।।३०४।।
णियमं णियमस्स फलं णिद्दिट्ठं पवयणस्स भत्तीए ।
पुव्वावरविरोधो जदि अवणीय पूरयंतु समयण्हा ।।१८५।।
नियमो नियमस्य फलं निर्दिष्टं प्रवचनस्य भक्त्या ।
पूर्वापरविरोधो यद्यपनीय पूरयंतु समयज्ञाः ।।१८५।।
शास्त्रादौ गृहीतस्य नियमशब्दस्य तत्फलस्य चोपसंहारोऽयम् ।
नियमस्तावच्छुद्धरत्नत्रयव्याख्यानस्वरूपेण प्रतिपादितः । तत्फलं परमनिर्वाणमिति
प्रतिपादितम् ।
न कवित्वदर्पात् प्रवचनभक्त्या प्रतिपादितमेतत् सर्वमिति यावत् । यद्यपि