૩૬૨
]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
તો સમયજ્ઞ પરમ-કવીશ્વરો દોષાત્મક પદનો લોપ કરીને ઉત્તમ પદ કરજો.
[હવે આ ૧૮૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થઃ — ] મુક્તિનું કારણ હોવાથી નિયમસાર તેમ જ તેનું ફળ ઉત્તમ
પુરુષોનાં હૃદયકમળમાં જયવંત છે. પ્રવચનની ભક્તિથી સૂત્રકારે જે કરેલ છે (અર્થાત્
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે જે આ નિયમસાર રચેલ છે), તે ખરેખર સમસ્ત ભવ્યસમૂહને
નિર્વાણનો માર્ગ છે. ૩૦૫.
પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે,
તેનાં સુણી વચનો કરો ન અભક્તિ જિનમારગ વિષે. ૧૮૬.
અન્વયાર્થઃ — [पुनः] પરંતુ [ईर्षाभावेन] ઈર્ષાભાવથી [केचित्] કોઈ લોકો [सुन्दरं
मार्गम्] સુંદર માર્ગને [निन्दन्ति] નિંદે છે [तेषां वचनं] તેમનાં વચન [श्रुत्वा] સાંભળીને
[जिनमार्गे] જિનમાર્ગ પ્રત્યે [अभक्तिं ] અભક્તિ [मा कुरुध्वम्] ન કરજો.
ટીકાઃ — અહીં ભવ્યને શિખામણ દીધી છે.
पूर्वापरदोषो विद्यते चेत्तद्दोषात्मकं लुप्त्वा परमकवीश्वरास्समयविदश्चोत्तमं पदं कुर्वन्त्विति ।
(मालिनी)
जयति नियमसारस्तत्फलं चोत्तमानां
हृदयसरसिजाते निर्वृतेः कारणत्वात् ।
प्रवचनकृतभक्त्या सूत्रकृद्भिः कृतो यः
स खलु निखिलभव्यश्रेणिनिर्वाणमार्गः ।।३०५।।
ईसाभावेण पुणो केई णिंदंति सुंदरं मग्गं ।
तेसिं वयणं सोच्चाऽभत्तिं मा कुणह जिणमग्गे ।।१८६।।
ईर्षाभावेन पुनः केचिन्निन्दन्ति सुन्दरं मार्गम् ।
तेषां वचनं श्रुत्वा अभक्तिं मा कुरुध्वं जिनमार्गे ।।१८६।।
इह हि भव्यस्य शिक्षणमुक्त म् ।