રાખ્યા વિના નાશ કર્યો હોવાથી) જે ‘નિઃશેષદોષરહિત’ છે અથવા પૂર્વ સૂત્રમાં (છઠ્ઠી
ગાથામાં) કહેલા અઢાર મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી જે ‘નિઃશેષદોષરહિત’ કહેવામાં
આવ્યા છે અને જે ‘સકળવિમળ ( – સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન-કેવળદર્શન,
પરમવીતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ’ છે, એવા જે પરમાત્મા — એટલે
કે ત્રિકાળનિરાવરણ, ૧નિત્યાનંદ-એકસ્વરૂપ નિજ કારણપરમાત્માની ભાવનાથી ઉત્પન્ન
કાર્યપરમાત્મા, તે જ ભગવાન અર્હત્ પરમેશ્વર છે. આ ભગવાન પરમેશ્વરના ગુણોથી
વિપરીત ગુણોવાળા બધા (દેવાભાસો), ભલે દેવપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ,
સંસારી છે. — આમ (આ ગાથાનો) અર્થ છે.
એવી જ રીતે (ભગવાન) શ્રી કુંદકુંદાચાર્યદેવે (૨પ્રવચનસારની ગાથામાં) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] તેજ (ભામંડળ), દર્શન (કેવળદર્શન), જ્ઞાન (કેવળજ્ઞાન), ૠદ્ધિ
(સમવસરણાદિ વિભૂતિ), સૌખ્ય (અનંત અતીન્દ્રિય સુખ), (ઇન્દ્રાદિક પણ દાસપણે વર્તે
એવું) ઐશ્વર્ય, અને (ત્રણ લોકના અધિપતિઓના વલ્લભ હોવારૂપ) ત્રિભુવન-
પ્રધાનવલ્લભપણું — આવું જેમનું માહાત્મ્ય છે, તે અર્હંત છે.’’
निरवशेषेण प्रध्वंसनान्निःशेषदोषरहितः अथवा पूर्वसूत्रोपात्ताष्टादशमहादोषनिर्मूलनान्निः-
शेषदोषनिर्मुक्त इत्युक्त : । सकलविमलकेवलबोधकेवलद्रष्टिपरमवीतरागात्मकानन्दाद्यनेक-
विभवसमृद्धः । यस्त्वेवंविधः त्रिकालनिरावरणनित्यानन्दैकस्वरूपनिजकारणपरमात्मभावनोत्पन्न-
कार्यपरमात्मा स एव भगवान् अर्हन् परमेश्वरः । अस्य भगवतः परमेश्वरस्य
विपरीतगुणात्मकाः सर्वे देवाभिमानदग्धा अपि संसारिण इत्यर्थः ।
तथा चोक्तं श्रीकुन्दकुन्दाचार्यदेवैः —
‘‘तेजो दिट्ठी णाणं इड्ढी सोक्खं तहेव ईसरियं ।
तिहुवणपहाणदइयं माहप्पं जस्स सो अरिहो ।।’’
૧. નિત્યાનંદ-એકસ્વરૂપ=નિત્ય આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવા. [કારણપરમાત્મા ત્રણે કાળે
આવરણરહિત છે અને નિત્ય આનંદ જ તેનું એક સ્વરૂપ છે. દરેક આત્મા શક્તિ-અપેક્ષાએ નિરાવરણ
અને આનંદમય જ છે તેથી દરેક આત્મા કારણપરમાત્મા છે; જે કારણપરમાત્માને ભાવે છે — તેનો
જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય થાય છે અર્થાત્ કાર્યપરમાત્મા
થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી
શક્તિરૂપ પરમાત્માને કારણપરમાત્મા કહેવાય છે અને વ્યક્ત પરમાત્માને કાર્યપરમાત્મા કહેવાય છે.]
૨. જુઓ શ્રી પ્રવચનસાર, દ્વિતીય આવૃત્તિ, પાનું ૧૧૯.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૧૭
૩