Niyamsar (Gujarati). Shlok: 14.

< Previous Page   Next Page >


Page 18 of 380
PDF/HTML Page 47 of 409

 

background image
વળી એ જ રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (આત્મખ્યાતિના ૨૪મા
શ્લોકમાંકળશમાં) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] જેઓ કાન્તિથી દશે દિશાઓને ધુએ છેનિર્મળ કરે છે, જેઓ તેજ
વડે અત્યંત તેજસ્વી સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે, જેઓ રૂપથી જનોનાં મન હરી લે છે,
જેઓ દિવ્યધ્વનિ વડે (ભવ્યોના) કાનોમાં જાણે કે સાક્ષાત
્ અમૃત વરસાવતા હોય એવું સુખ
ઉત્પન્ન કરે છે અને જેઓ એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે, તે તીર્થંકરસૂરિઓ
વંદ્ય છે.’’
વળી (સાતમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ
શ્લોક દ્વારા શ્રી નેમિનાથ તીર્થંકરની સ્તુતિ કરે છે)ઃ
[શ્લોકાર્થઃ] જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે તેમ જેમના જ્ઞાનકમળમાં
આ જગત તેમ જ અજગત (લોક તેમ જ અલોક) સદા સ્પષ્ટપણે સમાઈ જાય છેજણાય
છે, તે નેમિનાથ તીર્થંકરભગવાનને હું ખરેખર પૂજું છું કે જેથી ઊંચા તરંગોવાળા સમુદ્રને
પણ (
દુસ્તર સંસારસમુદ્રને પણ) બે ભુજાઓથી તરી જાઉં. ૧૪.
૧૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(शार्दूलविक्रीडित)
‘‘कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुन्धन्ति ये
धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये
दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं
वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः
।।’’
तथा हि
(मालिनी)
जगदिदमजगच्च ज्ञाननीरेरुहान्त-
र्भ्रमरवदवभाति प्रस्फु टं यस्य नित्यम्
तमपि किल यजेऽहं नेमितीर्थंकरेशं
जलनिधिमपि दोर्भ्यामुत्तराम्यूर्ध्ववीचिम्
।।१४।।