Niyamsar (Gujarati). Gatha: 8.

< Previous Page   Next Page >


Page 19 of 380
PDF/HTML Page 48 of 409

 

background image
પરમાત્મવાણી શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે,
તે વાણીને આગમ કહી; તેણે કહ્યા તત્ત્વાર્થને. ૮.
અન્વયાર્થઃ[तस्य मुखोद्गतवचनं] તેમના મુખમાંથી નીકળેલી વાણી કે જે
[पूर्वापरदोषविरहितं शुद्धम्] પૂર્વાપર દોષ રહિત (આગળપાછળ વિરોધ રહિત) અને શુદ્ધ
છે, તેને [आगमम् इति परिकथितं] આગમ કહેલ છે; [तेन तु] અને તેણે [तत्त्वार्थाः]
તત્ત્વાર્થો [कथिताः भवन्ति] કહ્યા છે.
ટીકાઃઆ, પરમાગમના સ્વરૂપનું કથન છે.
તે (પૂર્વોક્ત) પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ ચતુર વચનરચનાનો વિસ્તારકે
જે ‘પૂર્વાપર દોષ રહિત’ છે અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપસૂત્રની માફક
હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી ‘શુદ્ધ’ છે તે
પરમાગમ કહેવામાં આવેલ છે. તે પરમાગમે
કે જે (પરમાગમ) ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી (ખોબાથી) પીવાયોગ્ય અમૃત છે, જે
મુક્તિસુંદરીના મુખનું દર્પણ છે (અર્થાત
્ જે પરમાગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે), જે
સંસારસમુદ્રના મહા વમળમાં નિમગ્ન સમસ્ત ભવ્ય જનોને હસ્તાવલંબન (હાથનો ટેકો) આપે
છે, જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો
*શિખામણિ છે, જે કદી નહિ જોયેલા
तस्स मुहुग्गदवयणं पुव्वावरदोसविरहियं सुद्धं
आगममिदि परिकहियं तेण दु कहिया हवंति तच्चत्था ।।।।
तस्य मुखोद्गतवचनं पूर्वापरदोषविरहितं शुद्धम्
आगममिति परिकथितं तेन तु कथिता भवन्ति तत्त्वार्थाः ।।।।
परमागमस्वरूपाख्यानमेतत
तस्य खलु परमेश्वरस्य वदनवनजविनिर्गतचतुरवचनरचनाप्रपञ्चः पूर्वापरदोषरहितः,
तस्य भगवतो रागाभावात् पापसूत्रवद्धिंसादिपापक्रियाभावाच्छुद्धः परमागम इति
परिकथितः तेन परमागमामृतेन भव्यैः श्रवणाञ्जलिपुटपेयेन मुक्ति सुन्दरीमुखदर्पणेन
संसरणवारिनिधिमहावर्तनिमग्नसमस्तभव्यजनतादत्तहस्तावलम्बनेन सहजवैराग्यप्रासाद-
शिखरशिखामणिना अक्षुण्णमोक्षप्रासादप्रथमसोपानेन स्मरभोगसमुद्भूताप्रशस्तरागाङ्गारैः
*શિખામણિ = ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન. (પરમાગમ સહજ વૈરાગ્યરૂપી મહેલના
શિખામણિ સમાન છે, કારણ કે પરમાગમનું તાત્પર્ય સહજ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા છે.)
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૧૯