पंचमभावेन परमस्वभावत्वादात्मपरिणतेरात्मैवादिः, मध्यो हि आत्मपरिणतेरात्मैव, अंतोपि स्वस्यात्मैव परमाणुः । अतः न चेन्द्रियज्ञानगोचरत्वाद् अनिलानलादिभिरविनश्वरत्वादविभागी हे शिष्य स परमाणुरिति त्वं तं जानीहि ।
અચ્યુતપણું કહેવામાં આવ્યું, તેમ પંચમભાવની અપેક્ષાએ પરમાણુદ્રવ્યનો પરમસ્વભાવ હોવાથી પરમાણુ પોતે જ પોતાની પરિણતિનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે અને પોતે જ પોતાનો અંત પણ છે (અર્થાત્ આદિમાં પણ પોતે જ, મધ્યમાં પણ પોતે જ અને અંતમાં પણ પરમાણુ પોતે જ છે, ક્યારેય નિજ સ્વરૂપથી ચ્યુત નથી). જે આવો હોવાથી, ઇન્દ્રિયજ્ઞાનગોચર નહિ હોવાથી અને પવન, અગ્નિ ઇત્યાદિ વડે નાશ પામતો નહિ હોવાથી, અવિભાગી છે તેને, હે શિષ્ય! તું પરમાણુ જાણ.
[હવે ૨૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ] જડાત્મક પુદ્ગલની સ્થિતિ પોતામાં (પુદ્ગલમાં જ) જાણીને (અર્થાત્ જડસ્વરૂપ પુદ્ગલો પુદ્ગલના નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને), તે સિદ્ધભગવંતો પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે? (જરૂર રહે.) ૪૦.
અન્વયાર્થઃ[एकरसरूपगंधः] જે એક રસવાળું, એક વર્ણવાળું, એક ગંધવાળું અને [द्विस्पर्शः] બે સ્પર્શવાળું હોય, [सः] તે [स्वभावगुणः] સ્વભાવગુણવાળું [भवेत्] છે; [विभावगुणः] વિભાવગુણવાળાને [जिनसमये] ૧જિનસમયમાં [सर्वप्रकटत्वम्] સર્વપ્રગટ (સર્વ
૫૬ ]
૧. સમય = સિદ્ધાંત; શાસ્ત્ર; શાસન; દર્શન; મત.