स्वभावपुद्गलस्वरूपाख्यानमेतत् ।
तिक्त कटुककषायाम्लमधुराभिधानेषु पंचसु रसेष्वेकरसः, श्वेतपीतहरितारुण- कृष्णवर्णेष्वेकवर्णः, सुगन्धदुर्गन्धयोरेकगंधः, कर्कशमृदुगुरुलघुशीतोष्णस्निग्धरूक्षाभिधाना- मष्टानामन्त्यचतुःस्पर्शाविरोधस्पर्शनद्वयम्; एते परमाणोः स्वभावगुणाः जिनानां मते । विभावगुणात्मको विभावपुद्गलः । अस्य द्वयणुकादिस्कंधरूपस्य विभावगुणाः सकल- करणग्रामग्राह्या इत्यर्थः ।
तथा चोक्तं पंचास्तिकायसमये —
उक्तं च मार्गप्रकाशे — ઇન્દ્રિયોથી ગ્રાહ્ય) [इति भणितः] કહેલ છે.
ટીકાઃઆ, સ્વભાવપુદ્ગલના સ્વરૂપનું કથન છે.
તીખો, કડવો, કષાયલો, ખાટો અને મીઠો એ પાંચ રસોમાંનો એક રસ; ધોળો, પીળો, લીલો, રાતો અને કાળો એ (પાંચ) વર્ણોમાંનો એક વર્ણ; સુગંધ અને દુર્ગંધમાંની એક ગંધ; કઠોર, કોમળ, ભારે, હળવો, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો) અને રૂક્ષ (લૂખો) એ આઠ સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના અવિરુદ્ધ બે સ્પર્શ; આ, જિનોના મતમાં પરમાણુના સ્વભાવગુણો છે. વિભાવપુદ્ગલ વિભાવગુણાત્મક હોય છે. આ ૧દ્વિ-અણુકાદિસ્કંધરૂપ વિભાવપુદ્ગલના વિભાવગુણો સકળ ઇન્દ્રિયસમૂહ વડે ગ્રાહ્ય (જણાવાયોગ્ય) છે.આમ (આ ગાથાનો) અર્થ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૮૧મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો અને બે સ્પર્શવાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે (અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે).’’
વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
૧. બે પરમાણુઓથી માંડીને અનંત પરમાણુઓનો બનેલો સ્કંધ તે વિભાવપુદ્ગલ છે.
૮