न्निजगुणनिचयेऽस्मिन् नास्ति मे कार्यसिद्धिः ।
परमसुखपदार्थी भावयेद्भव्यलोकः ।।४१।।
‘‘[શ્લોકાર્થઃ] પરમાણુને આઠ પ્રકારના સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના બે સ્પર્શ, એક વર્ણ, એક ગંધ અને એક રસ સમજવાં, અન્ય નહિ.’’
વળી (૨૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા ભવ્યજનોને શુદ્ધ આત્માની ભાવનાનો ઉપદેશ કરે છે)ઃ
[શ્લોકાર્થઃ] જો પરમાણુ એકવર્ણાદિરૂપ પ્રકાશતા (જણાતા) નિજગુણસમૂહમાં છે, તો તેમાં મારી (કાંઈ) કાર્યસિદ્ધિ નથી, (અર્થાત્ પરમાણુ તો એક વર્ણ, એક ગંધ વગેરે પોતાના ગુણોમાં જ છે, તો પછી તેમાં મારું કાંઈ કાર્ય સિદ્ધ થતું નથી);આમ નિજ હૃદયમાં માનીને પરમ સુખપદનો અર્થી ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. ૪૧.
અન્વયાર્થઃ[अन्यनिरपेक्षः] અન્યનિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાનો) [यः परिणामः] જે પરિણામ [सः] તે [स्वभावपर्यायः] સ્વભાવપર્યાય છે [पुनः] અને
૫૮ ]