Niyamsar (Gujarati). Shlok: 42 Gatha: 29.

< Previous Page   Next Page >


Page 59 of 380
PDF/HTML Page 88 of 409

 

background image
[स्कंधस्वरूपेण परिणामः] સ્કંધરૂપે પરિણામ [सः] તે [विभावपर्यायः] વિભાવપર્યાય છે.
ટીકાઃઆ, પુદ્ગલપર્યાયના સ્વરૂપનું કથન છે.
પરમાણુપર્યાય પુદ્ગલનો શુદ્ધપર્યાય છેકે જે પરમપારિણામિકભાવસ્વરૂપ છે, વસ્તુમાં
થતી છ પ્રકારની હાનિવૃદ્ધિરૂપ છે, અતિસૂક્ષ્મ છે, અર્થપર્યાયાત્મક છે અને સાદિ-સાન્ત હોવા
છતાં પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે શુદ્ધસદ્ભૂતવ્યવહારનયાત્મક છે અથવા એક સમયમાં
પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવાથી સૂક્ષ્મૠજુસૂત્રનયાત્મક છે.
સ્કંધપર્યાય સ્વજાતીય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે.
[હવે ટીકાકાર મુનિરાજ ૨૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] (પરમાણુ) પરપરિણતિથી દૂર શુદ્ધપર્યાયરૂપ હોવાથી પરમાણુને
સ્કંધપર્યાયરૂપ શબ્દ હોતો નથી; જેમ ભગવાન જિનનાથમાં કામદેવની વાર્તા હોતી નથી, તેમ
પરમાણુ પણ સદા અશબ્દ જ હોય છે (અર્થાત
્ પરમાણુને પણ કદી શબ્દ હોતો નથી). ૪૨.
પરમાણુને ‘પુદ્ગલદરવ’ વ્યપદેશ છે નિશ્ચય થકી;
ને સ્કંધને ‘પુદ્ગલદરવ’ વ્યપદેશ છે વ્યવહારથી. ૨૯.
पुद्गलपर्यायस्वरूपाख्यानमेतत
परमाणुपर्यायः पुद्गलस्य शुद्धपर्यायः परमपारिणामिकभावलक्षणः वस्तुगतषट्प्रकार-
हानिवृद्धिरूपः अतिसूक्ष्मः अर्थपर्यायात्मकः सादिसनिधनोऽपि परद्रव्यनिरपेक्षत्वाच्छुद्धसद्भूत-
व्यवहारनयात्मकः
अथवा हि एकस्मिन् समयेऽप्युत्पादव्ययध्रौव्यात्मकत्वात्सूक्ष्मऋजुसूत्र-
नयात्मकः स्कन्धपर्यायः स्वजातीयबन्धलक्षणलक्षितत्वादशुद्ध इति
(मालिनी)
परपरिणतिदूरे शुद्धपर्यायरूपे
सति न च परमाणोः स्कन्धपर्यायशब्दः
भगवति जिननाथे पंचबाणस्य वार्ता
न च भवति यथेयं सोऽपि नित्यं तथैव
।।४२।।
पोग्गलदव्वं उच्चइ परमाणू णिच्छएण इदरेण
पोग्गलदव्वो त्ति पुणो ववदेसो होदि खंधस्स ।।9।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૫૯