Niyamsar (Gujarati). Shlok: 43-44.

< Previous Page   Next Page >


Page 60 of 380
PDF/HTML Page 89 of 409

 

background image
અન્વયાર્થઃ[निश्चयेन] નિશ્ચયથી [परमाणुः] પરમાણુને [पुद्गलद्रव्यम्] ‘પુદ્ગલદ્રવ્ય’
[उच्यते] કહેવાય છે [पुनः] અને [इतरेण] વ્યવહારથી [स्कन्धस्य] સ્કંધને [पुद्गलद्रव्यम् इति
व्यपदेशः] ‘પુદ્ગલદ્રવ્ય’ એવું નામ [भवति] હોય છે.
ટીકાઃઆ, પુદ્ગલદ્રવ્યના કથનનો ઉપસંહાર છે.
શુદ્ધનિશ્ચયનયથી સ્વભાવશુદ્ધપર્યાયાત્મક પરમાણુને જ ‘પુદ્ગલદ્રવ્ય’ એવું નામ હોય
છે. અન્ય એવા વ્યવહારનયથી વિભાવપર્યાયાત્મક સ્કંધપુદ્ગલોને પુદ્ગલપણું ઉપચાર દ્વારા
સિદ્ધ થાય છે.
[હવે ૨૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] એ રીતે જિનપતિના માર્ગ દ્વારા તત્ત્વાર્થસમૂહને જાણીને પર એવાં
સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો; અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે પરવિરહિત
(પરથી રહિત) ચિત્ચમત્કારમાત્ર પરમતત્ત્વને ભજો. ૪૩.
[શ્લોકાર્થઃ] પુદ્ગલ અચેતન છે અને જીવ ચેતન છે એવી જે કલ્પના તે પણ
पुद्गलद्रव्यमुच्यते परमाणुर्निश्चयेन इतरेण
पुद्गलद्रव्यमिति पुनः व्यपदेशो भवति स्कन्धस्य ।।9।।
पुद्गलद्रव्यव्याख्यानोपसंहारोऽयम्
स्वभावशुद्धपर्यायात्मकस्य परमाणोरेव पुद्गलद्रव्यव्यपदेशः शुद्धनिश्चयेन इतरेण
व्यवहारनयेन विभावपर्यायात्मनां स्कन्धपुद्गलानां पुद्गलत्वमुपचारतः सिद्धं भवति
(मालिनी)
इति जिनपतिमार्गाद् बुद्धतत्त्वार्थजातः
त्यजतु परमशेषं चेतनाचेतनं च
भजतु परमतत्त्वं चिच्चमत्कारमात्रं
परविरहितमन्तर्निर्विकल्पे समाधौ
।।४३।।
(अनुष्टुभ्)
पुद्गलोऽचेतनो जीवश्चेतनश्चेति कल्पना
साऽपि प्राथमिकानां स्यान्न स्यान्निष्पन्नयोगिनाम् ।।४४।।
૬૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-