૭૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
(शार्दूलविक्रीडित)
आस्तामन्यगतौ प्रतिक्षणलसद्दुःखाश्रितायामहो
देवत्वेऽपि न शान्तिरस्ति भवतो रम्ये ऽणिमादिश्रिया ।
यत्तस्मादपि मृत्युकालकलयाधस्ताद्धठात्पात्यसे
तत्तन्नित्यपदं प्रति प्रतिदिनं रे जीव यत्नं कुरु ।।१४२।।
અનુવાદ : હે આત્મન્! ક્ષણે ક્ષણે થતાં દુઃખના સ્થાનભૂત અન્ય નરક, તિર્યંચ
અને મનુષ્યગતિ તો દૂર રહો; પરંતુ આશ્ચર્ય તો એ છે કે અણિમા આદિરૂપ લક્ષ્મીથી
રમણીય દેવગતિમાં પણ તને શાન્તિ નથી. કારણ કે ત્યાંથી પણ તું મૃત્યુકાળ દ્વારા
બળજોરીથી નીચે પડાય છે. તેથી તું પ્રતિદિન તે નિત્યપદ અર્થાત્ અવિનશ્વર મોક્ષ
પ્રત્યે પ્રયત્ન કર. ૧૪૨.
(शार्दूलविक्रीडित)
यद् द्रष्टं बहिरङ्गनादिषु चिरं तत्रानुरागो ऽभवत्
भ्रान्त्या भूरि तथापि ताम्यसि ततो मुक्त्वा तदन्तर्विश ।
चेतस्तत्र गुरोः प्रबोधवसतेः किंचित्तदाकर्ण्यते
प्राप्ते यत्र समस्तदुःखविरमाल्लभ्येत नित्यं सुखम् ।।१४३।।
અનુવાદ : હે ચિત્ત! તે બાહ્ય સ્ત્રી આદિ પદાર્થોમાં જે સુખ જોયું છે તેમાં તને
ભ્રાંતિથી ચિરકાળ સુધી અનુરાગ થયો છે. છતાં પણ તું તેનાથી અધિક સંતપ્ત થઈ રહ્યો
છે. તેથી તેને છોડીને પોતાના અંતરાત્મામાં પ્રવેશ કર. તેના વિષયમાં સમ્યગ્જ્ઞાનના
આધારભૂત ગુરુ પાસેથી એવું કાંઈક સાંભળવામાં આવે છે કે જે પ્રાપ્ત થતાં સમસ્ત
દુઃખોથી છૂટકારો પામીને અવિનશ્વર (મોક્ષ) સુખ પ્રાપ્ત કરી શકાય છે. ૧૪૩.
(पृथ्वी)
किमालकोलाहलैरमलबोधसंपन्निधेः
समस्ति यदि कौतुकं किल तवात्मनो दर्शने ।
निरुद्धसकलेन्द्रियो रहसि मुक्त संगग्रहः
कियन्त्यपि दिनान्यतः स्थिरमना भवान् पश्यतु ।।१४४।।
અનુવાદ : હે જીવ! જો તને નિર્મળ જ્ઞાનરૂપ સંપત્તિના આશ્રયભૂત આત્માના