Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 145-146 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 75 of 378
PDF/HTML Page 101 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૭૫
દર્શનનું કૌતૂહલ હોય તો નકામા કોલાહલ (બકવાદ)થી શું? પોતાની સમસ્ત
ઇન્દ્રિયોનો નિરોધ કરીને તું પરિગ્રહ પિચાશને છોડી દે. એનાથી સ્થિરચિત્ત થઈને
તું કેટલાક દિવસોમાં એકાન્તમાં તે અંતરાત્માનું અવલોકન કરી શકીશ. ૧૪૪.
(शार्दूलविक्रीडित)
हे चेतः किमु जीव तिष्ठसि कथं चिन्तास्थितं सा कुतो
रागद्वेषवशात्तयोः परिचयः कस्माच्च जातस्तव
इष्टानिष्टसमागमादिति यदि श्वभ्रं तदावां गतौ
नोचेन्मुञ्च समस्तमेतदचिरादिष्टादिसंकल्पनम्
।।१४५।।
અનુવાદ : અહીં જીવ પોતાના ચિત્તને કેટલાક પ્રશ્ન કરે છે અને તે પ્રમાણે
ચિત્ત તેમનો ઉત્તર આપે છેહે ચિત્ત! એવું સંબોધન કરતાં ચિત્ત કહે છે કે હે જીવ
શું છે? ત્યારે જીવ તેને પૂછે છે કે તું કેવી રીતે રહે છે? હું ચિન્તામાં સ્થિત રહું
છું. તે ચિન્તા કોનાથી ઉત્પન્ન થઈ છે? તે રાગદ્વેષના વશે ઉત્પન્ન થઈ છે. તે રાગ-
દ્વેષનો પરિચય તને ક્યા કારણે થયો? તેમની સાથે મારો પરિચય ઇષ્ટ અને અનિષ્ટ
વસ્તુઓના સમાગમથી થયો. અંતે જીવ કહે છે કે હે ચિત્ત! જો એમ હોય તો આપણે
બન્નેય નરક પ્રાપ્ત કરીશું. તે જો તને ઇષ્ટ ન હોય તો આ સમસ્ત ઇષ્ટ-અનિષ્ટની
કલ્પના શીઘ્રતાથી છોડી દે. ૧૪૫.
(शार्दूलविक्रीडित)
ज्ञानज्योतिरुदेति मोहतमसो भेदः समुत्पद्यते
सानन्दा कृतकृत्यता च सहसा स्वान्ते समुन्मीलति
यस्यैकस्मृतिमात्रतो ऽपि भगवानत्रैव देहान्तरे
देवस्तिष्ठति मृग्यतां सरभसादन्यत्र किं धावत
।।१४६।।
અનુવાદ : જે ભગવાન આત્માના કેવળ સ્મરણમાત્રથી પણ જ્ઞાનરૂપી તેજ
પ્રગટ થાય છે, અજ્ઞાનરૂપ અંધકારનો વિનાશ થાય છે તથા કૃતકૃત્યતા અકસ્માત્ જ
આનંદપૂર્વક પોતાના મનમાં પ્રગટ થઈ જાય છે; તે ભગવાન આત્મા આ જ શરીરમાં
બિરાજમાન છે. તેનું શીઘ્ર અન્વેષણ કરો. બીજી જગ્યાએ (બાહ્ય પદાર્થો તરફ) કેમ
દોડી રહ્યા છો. ૧૪૬.