Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 141 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 73 of 378
PDF/HTML Page 99 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૭૩
स भवति किल रागद्वेषहेतोस्तदादौ
झटिति शिवसुखार्थी यत्नतस्तौ जहीहि
।।१४०।।
અનુવાદ : હે આત્મન્! અહીં સંસારરૂપ શત્રુ ત્યાં સુધી જ દુઃખ દઈ શકે છે
જ્યાં સુધી તારામાં જ્ઞાનરૂપ જ્યોતિને નષ્ટ કરનાર કર્મબંધરૂપ દોષે સ્થાન પ્રાપ્ત કરેલું
છે. તે કર્મબંધરૂપ દોષ નિશ્ચયથી રાગ અને દ્વેષના નિમિત્તે થાય છે. તેથી મોક્ષસુખનો
અભિલાષી થઈને તું સર્વપ્રથમ શીઘ્રતાથી પ્રયત્નપૂર્વક તે બન્નેને છોડી દે. ૧૪૦.
(स्रग्धरा)
लोकस्य त्वं न कश्चिन्न स तव यदिह स्वार्जितं भुज्यते कः
संबन्धस्तेन सार्घं तदसति सति वा तत्र कौ रोषतोषौ
काये ऽप्येवं जडत्वात्तदनुगतसुखादावपि ध्वंसभावा-
देवंनिश्चित्य हंस स्वबलमनुसर स्थायि मा पश्य पार्श्वम्
।।१४१।।
અનુવાદ : હે આત્મન્! ન તો તમે લોક (કુટુંબી જન આદિ)ના કોઈ છો
અને ન તે પણ તમારું કોઈ હોઈ શકે. અહીં તમે જે કાંઈ કમાયા છો તે જ (તમારે)
ભોગવવું પડે છે. તમારો તે લોક સાથે ભલા શું સંબંધ છે? અર્થાત્ કાંઈ પણ નથી.
તો પછી લોક ન હોય તો વિષાદ અને તે હોય તો હર્ષ શા માટે કરો છો? એવી
જ રીતે શરીરમાં રાગદ્વેષ ન કરવો જોઈએ, કેમ કે તે જડ (અચેતન) છે. તથા શરીર
સાથે સંબંધવાળા ઇન્દ્રિયવિષય ભોગજનિત સુખાદિકમાં પણ તમારે રાગ-દ્વેષ કરવો
ઉચિત નથી, કેમ કે તે વિનશ્વર છે. આ રીતે નિશ્ચય કરીને તમે તમારી સ્થિર
આત્મશક્તિનું અનુસરણ કરો. તે નિકટવર્તી લોકને સ્થાયી ન સમજો.
વિશેષાર્થ : કુટુંબ અને ધનધાન્યાદિ બાહ્ય સર્વ પદાર્થોનો આત્મા સાથે કાંઈ પણ
સંબંધ નથી. તે પ્રત્યક્ષ જ પોતાનાથી જુદા દેખાય છે. તેથી તેમના સંયોગમાં હર્ષિત અને
વિયોગમાં ખેદખિન્ન થવું યોગ્ય નથી. બીજું તો શું કહીએ? જે શરીર સદા આત્માની સાથે
જ રહે છે તેનો પણ સંબંધ આત્મા સાથે કાંઈ પણ નથી; કારણ કે આત્મા ચેતન છે અને
શરીર અચેતન છે. સ્પર્શનાદિ ઇન્દ્રિયોનો સંબંધ પણ તે જ શરીર સાથે છે, નહિ કે તે ચેતન
આત્મા સાથે. ઇન્દ્રિયવિષયભોગોથી ઉત્પન્ન થનારૂં સુખ વિનશ્વર છે
સ્થાયી નથી. તેથી હે
આત્મન્! શરીર અને તેની સાથે સંબંધવાળા સુખદુઃખાદિમાં રાગ-દ્વેષ ન કરતાં પોતાના સ્થાયી
આત્મરૂપનું અવલોકન કર. ૧૪૧.