Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 140 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 72 of 378
PDF/HTML Page 98 of 404

 

background image
૭૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
શક્ર તથા પુરોના (નગરોના) વિદારણ કરવાથી પુરંદર કહેવાય છે. આ નયની દ્રષ્ટિમાં પર્યાય
શબ્દોનો પ્રયોગ અગ્રાહ્ય છે કેમકે એક અર્થનો બોધક એક જ શબ્દ હોય છે.
સમાનાર્થક અન્ય
શબ્દ તેનો બોધ કરાવી શકતો નથી. પદાર્થ જે ક્ષણે જે ક્રિયામાં પરિણત હોય તેને જે તે જ ક્ષણે
તે જ સ્વરૂપે ગ્રહે છે તેને એવંભૂતનય કહે છે. આ નયની અપેક્ષાએ ઇન્દ્ર જ્યારે શાસનક્રિયામાં
પરિણત હોય ત્યારે જ તે ઇન્દ્ર શબ્દનું વાચ્ય થાય, નહિ કે અન્ય સમયમાં પણ. પ્રમાણ સમ્યગ્જ્ઞાનને
કહેવામાં આવે છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી બે પ્રકારનું છે. જે જ્ઞાન ઇન્દ્રિય, મન, પ્રકાશ
અને ઉપદેશાદિ બાહ્ય નિમિત્તની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે તે પરોક્ષ કહેવાય છે. તેના બે ભેદ
છે
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. જે જ્ઞાન ઇન્દ્રિયો અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેને
મતિજ્ઞાન કહે છે. તે મતિજ્ઞાનથી જાણેલી વસ્તુના વિષયમાં જે વિશેષ વિચાર ઉત્પન્ન થાય છે તે
શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષ પ્રમાણ ત્રણ પ્રકારનું છે.
અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન.
એમાં જે ઇન્દ્રિય આદિની અપેક્ષા ન કરતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક રૂપી (પુદ્ગલ
અને તેનાથી સંબદ્ધ સંસારી પ્રાણી) પદાર્થનું ગ્રહણ કરે છે તેને અવધિજ્ઞાન કહે છે. જે જીવોના
મનોગત પદાર્થને જાણે છે તે મનઃપર્યયજ્ઞાન કહેવાય છે. સમસ્ત વિશ્વને યુગપદ ગ્રહણ કરનાર
જ્ઞાન કેવળજ્ઞાન કહેવાય છે. આ ત્રણેય જ્ઞાન અતીન્દ્રિય છે. નિક્ષેપ શબ્દનો અર્થ મૂકવું થાય છે.
પ્રત્યેક શબ્દનો પ્રયોગ અનેક અર્થોમાં થયા કરે છે. તેમાંથી ક્યા વખતે ક્યો અર્થ ઇષ્ટ છે, એ
બતાવવું તે નિક્ષેપ વિધિનું કાર્ય છે. તે નિક્ષેપ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકારના
છે. વસ્તુમાં વિવક્ષિત ગુણ અને ક્રિયા આદિ ન હોવા છતાં પણ કેવળ લોકવ્યવહાર માટે તેનું નામ
રાખવાને નામનિક્ષેપ કહેવાય છે.
- જેમ કોઈ વ્યક્તિનું નામ લોકવ્યવહાર માટે દેવદત્ત (દેવ દ્વારા
ન અપાવા છતાં) રાખવું. કાષ્ટકર્મ, પુસ્તકર્મ, ચિત્રકર્મ અને પાસાઓના નિક્ષેપ આદિમાં ‘તે આ
છે’ એ પ્રકારની જે કલ્પના કરવામાં આવે છે તેને સ્થાપના નિક્ષેપ કહે છે. તે બે પ્રકારનો છે
સદ્ભાવ સ્થાપના નિક્ષેપ અને અસદ્ભાવ સ્થાપના નિક્ષેપ. સ્થાપ્યમાન વસ્તુના આકારવાળી કોઈ
અન્ય વસ્તુમાં જે તેની સ્થાપના કરવામાં આવે છે તેને સદ્ભાવ સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે
છે
જેમ ૠષભ જિનેન્દ્રના આકારભૂત પાષાણમાં ૠષભ જિનેન્દ્રની સ્થાપના કરવી. જે વસ્તુ
સ્થાપ્યમાન પદાર્થના આકારની નથી છતાં પણ તેમાં તે વસ્તુની કલ્પના કરવી તેને અસદ્ભાવ
સ્થાપના નિક્ષેપ કહેવાય છે,
જેમ શતરંજની ગોટીમાં હાથી, ઘોડા આદિની કલ્પના કરવી. ભવિષ્યમાં
થનારી પર્યાયની મુખ્યતાથી વસ્તુનું કથન કરવું તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. વર્તમાન પર્યાયથી લક્ષિત
વસ્તુના કથનને ભાવનિક્ષેપ કહેવામાં આવે છે. આ રીતે આ નિક્ષેપોના વિધાનથી અપ્રકૃતનું નિરાકરણ
અને પ્રકૃતનું ગ્રહણ થાય છે. ૧૩૯.
(मालिनी)
भवरिपुरिह तावद्दुःखदो यावदात्मन्
तव विनिहितधामा कर्मसंश्लेषदोषः