Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 139 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 71 of 378
PDF/HTML Page 97 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૭૧
અનિત્યત્વની કલ્પનાને દોષયુક્ત પ્રગટ કરતાં એ પણ બતાવ્યું છે કે આત્મા આદિ પ્રત્યેક
પદાર્થ સદા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી સંયુક્ત રહે છે. જેમ માટીમાંથી ઉત્પન્ન થનાર ઘટમાં
માટીરૂપ પૂર્વપર્યાયનો વ્યય, ઘટરૂપ નવીન પર્યાયનો ઉત્પાદ તથા પુદ્ગલ દ્રવ્ય ઉક્ત બન્નેય
અવસ્થામાં ધ્રુવ સ્વરૂપે સ્થિત રહે છે. ૧૩૮.
(वसंततिलका)
आत्मानमेवमधिगम्य नयप्रमाण-
निक्षेपकादिभिरभिश्रयतैकचित्ताः
भव्या यदीच्छत भवार्णवमुत्तरीतु
मुत्तुङ्गमोहमकरोग्रतरं गभीरम् ।।१३९।।
અનુવાદ : આ રીતે નય, પ્રમાણ અને નિક્ષેપ આદિ દ્વારા આત્માનું સ્વરૂપ
જાણીને હે ભવ્ય જીવો! જો તમે ઉન્નત મોહરૂપી મગરોથી અતિશય ભયાનક અને
ગંભીર આ સંસારરૂપ સમુદ્રથી પાર થવાની ઇચ્છા રાખતા હો તો પછી એકાગ્રચિત્ત
થઈને ઉપર્યુક્ત આત્માનો આશ્રય કરો.
વિશેષાર્થ : જ્ઞાતાના અભિપ્રાયને નય કહે છે. તાત્પર્ય એ છે કે પ્રમાણ દ્વારા ગ્રહણ
કરવામાં આવેલ વસ્તુના એકદેશ (દ્રવ્ય અથવા પર્યાય આદિમાં) માં વસ્તુનો નિશ્ચય કરવો તેને નય
કહેવામાં આવે છે. તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના ભેદથી બે પ્રકારના છે. જે દ્રવ્યની મુખ્યતાથી
વસ્તુને ગ્રહણ કરે છે તે દ્રવ્યાર્થિક તથા જે પર્યાયની પ્રધાનતાથી વસ્તુને ગ્રહણ કરે છે તે
પર્યાયાર્થિકનય કહેવાય છે. એમાં દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે
નૈગમ, સંગ્રહ અને વ્યવહાર. જે
પર્યાયકલંકથી રહિત સત્તા આદિ સામાન્યની વિવક્ષાથી સર્વમાં અભેદ (એકત્વ)ને ગ્રહણ કરે છે
તે શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહનય કહેવાય છે. એનાથી વિપરીત જે પર્યાયની પ્રધાનતાથી બે આદિ અનંત
ભેદરૂપ વસ્તુને ગ્રહણ કરે છે તેને અશુદ્ધ દ્રવ્યાર્થિક વ્યવહારનય કહેવામાં આવે છે. જે સંગ્રહ અને
વ્યવહાર આ બન્નેય નયોના પરસ્પર ભિન્ન બન્ને (અભેદ અને ભેદ) વિષયોને ગ્રહણ કરે છે તેનું
નામ નૈગમનય છે. પર્યાયાર્થિક નય ચાર પ્રકારનો છે
ૠજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.
એમાં જે ત્રણ કાળ વિષયક પર્યાયોને છોડીને કેવળ વર્તમાનકાળ વિષયક પર્યાયને ગ્રહણ કરે છે
તે ૠજુસૂત્રનય છે. જે લિંગ, સંખ્યા (વચન), કાળ, કારક અને પુરુષ (ઉત્તમાદિ) આદિનો
વ્યભિચાર દૂર કરીને વસ્તુનું ગ્રહણ કરે છે તેને શબ્દનય કહે છે. લિંગવ્યભિચાર
જેમ સ્ત્રીલિંગમાં
પુલ્લિંગનો પ્રયોગ કરવો. જેમકે તારાને માટે સ્વાતિ શબ્દનો પ્રયોગ કરવો. ઇત્યાદિ વ્યભિચાર
શબ્દનયની દ્રષ્ટિએ અગ્રાહ્ય નથી. જે એક જ અર્થ શબ્દભેદથી અનેક રૂપે ગ્રહે છે તેને શબ્દનય
કહે છે. જેમ એક જ વ્યક્તિ ઇન્દન (શાસન) ક્રિયાના નિમિત્તે ઇન્દ્ર, શકન (સામર્થ્યરૂપ) ક્રિયાથી