Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 138 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 70 of 378
PDF/HTML Page 96 of 404

 

background image
૭૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
એકાન્ત પક્ષમાં બંધ મોક્ષાદિની પણ વ્યવસ્થા થઈ શકતી નથી. તેથી આત્મા આદિને સર્વથા
નિત્ય અથવા ક્ષણિક ન માનતાં કથંચિત્ (દ્રવ્યદ્રષ્ટિએ) નિત્ય અને કથંચિત્ (પર્યાયદ્રષ્ટિએ)
અનિત્ય સ્વીકારવા જોઈએ. જે પુરુષાદ્વૈતવાદી આત્માને પરબ્રહ્મસ્વરૂપમાં સર્વથા એક સ્વીકારીને
વિભિન્ન આત્માઓ અને અન્ય સર્વ પદાર્થોનો નિષેધ કરે છે તેમના મતનું નિરાકરણ કરતાં
અહીં એમ બતાવ્યું છે કે સર્વથા એકત્વની કલ્પના પ્રત્યક્ષાદિ પ્રમાણોથી બાધિત છે. જ્યાં વિવિધ
પ્રાણીઓ અને ઘટ-પટાદિ પદાર્થોની જુદી જુદી સત્તા પ્રત્યક્ષ જ સ્પષ્ટપણે દેખવામાં આવે છે
ત્યાં ઉપર્યુક્ત સર્વથા એકત્વની કલ્પના ભલા કેવી રીતે યોગ્ય કહી શકાય છે? કદાપિ નહિ.
એ જ રીતે શબ્દાદ્વૈત, વિજ્ઞાનાદ્વૈત અને ચિત્રાદ્વૈત આદિની કલ્પના પણ પ્રત્યક્ષાદિથી બાધિત
હોવાના કારણે ગ્રાહ્ય નથી; એવો નિશ્ચય કરવો જોઈએ. ૧૩૭.
(शार्दूलविक्रीडित)
कुर्यात्कर्म शुभाशुभं स्वयमसौ भुङ्क्ते स्वयं तत्फलं
सातासातगतानुभूतिकलनादात्मा न चान्या
द्रशः
चिद्रुपः स्थितिजन्मभङ्गकलितः कर्मावृतः संसृतौ
मुक्तौ ज्ञान
द्रगेकमूर्तिरमलस्त्रैलोक्यचूडामणिः ।।१३८।।
અનુવાદ : તે આત્મા સ્વયં શુભ અને અશુભ કાર્ય કરે છે અને સ્વયં તેનું
ફળ પણ ભોગવે છે, કારણ કે શુભાશુભ કર્મના ફળ સ્વરૂપ સુખદુઃખનો અનુભવ
પણ તેને જ થાય છે. આનાથી ભિન્ન આત્માનું બીજું સ્વરૂપ હોઈ જ શકે નહિ.
સ્થિતિ (ધ્રૌવ્ય), જન્મ (ઉત્પાદ) અને ભંગ (વ્યય) સહિત જે ચેતન આત્મા સંસાર
અવસ્થામાં કર્મોના આવરણ સહિત હોય છે તે જ મુક્તિ અવસ્થામાં કર્મમળ રહિત
થઈને જ્ઞાન-દર્શનરૂપ અદ્વિતીય શરીર સંયુક્ત થયો થકો ત્રણે લોકમાં ચૂડામણિ રત્ન
સમાન શ્રેષ્ઠ થઈ જાય છે.
વિશેષાર્થ : સાંખ્ય પ્રકૃતિને કર્તા અને પુરુષને ભોક્તા માને છે. આ જ અભિપ્રાય
લક્ષમાં રાખીને અહીં એમ બતાવ્યું છે કે જે આત્મા કર્મોનો કર્તા છે તે જ તેમના ફળનો
ભોક્તા પણ થાય છે. કર્તા એક અને ફળનો ભોક્તા અન્ય જ હોય, એ કલ્પના યુક્તિ સંગત
નથી. એ સિવાય અહીં જે બે વાર
‘स्वयम्’ પદનો પ્રયોગ થયો છે તેથી એ પણ જણાય
છે કે જેવી રીતે ઇશ્વર કર્તૃત્વ વાદીઓના મતમાં કર્મોનું કરવું અને તેમના ફળનું ભોગવવું
ઇશ્વર પ્રેરણાથી થાય છે તેવું જૈન સિદ્ધાંત અનુસાર સંભવિત નથી. જૈનમત પ્રમાણે આત્મા
સ્વયં કર્તા અને પોતે જ તેમના ફળનો ભોક્તા પણ છે. તથા તે જ પુરુષાર્થ પ્રગટ કરીને
કર્મમળ રહિત થયો થકો સ્વયં પરમાત્મા પણ બની જાય છે. અહીં સર્વથા નિત્યપણું અથવા