જો આત્મા વ્યાપક હોય તો તેની પ્રતીતિ કેવળ શરીરમાં જ કેમ થાય? બીજે પણ થવી જોઈતી
હતી. પરંતુ શરીર સિવાય બીજે ક્યાંય પણ તેની પ્રાપ્તિ થતી નથી. તેથી નિશ્ચિત છે કે આત્મા
શરીર પ્રમાણ જ છે, નહિ કે સર્વવ્યાપક. ‘આત્મા પાંચ ભૂતોથી ઉત્પન્ન થયો છે’ આ ચાર્વાક
મતને દૂષિત બતાવતાં અહીં એમ કહ્યું છે કે આત્મા સ્વભાવથી જ જ્ઞાતા દ્રષ્ટા છે તેથી તે
ભૂતજનિત નથી. જો એમ હોય તો આત્મામાં સ્વભાવથી ચૈતન્યગુણ પ્રાપ્ત થવો જોઈતો ન હતો.
એનું પણ કારણ એ છે કે કાર્ય પ્રાયઃ પોતાના ઉપાદાન કારણ અનુસાર જ ઉત્પન્ન થાય છે,
જેમ માટીમાંથી ઉત્પન્ન થનાર ઘડામાં માટીના જ ગુણ (મૂર્તિકપણું અને અચેતનપણું આદિ)
પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે જો આત્મા પંચભૂતથી ઉત્પન્ન થયો હોત તો તેમાં ભૂતના ગુણ
અચેતનપણું આદિ જ પ્રાપ્ત થવા જોઈતા હતા, નહિ કે સ્વાભાવિક ચેતનત્વ આદિ. પરંતુ તેમાં
અચેતનપણાની વિરુદ્ધ ચેતનપણું જ પ્રાપ્ત થાય છે, માટે સિદ્ધ છે કે તે આત્મા પૃથ્વી આદિ
ભૂતોથી ઉત્પન્ન થયો નથી. આત્માને સર્વથા નિત્ય અથવા ક્ષણિક માનતાં તેમાં ઘટની જળધારણ
આદિ અર્થક્રિયાની જેમ કાંઈ પણ અર્થક્રિયા ન થઈ શકે. જેમ - જો આત્માને કૂટસ્થ નિત્ય (ત્રણે
પરિસ્પન્દનરૂપ) થઈ શકે નહિ. એવી અવસ્થામાં કાર્યની ઉત્પત્તિ પહેલાં કારણનો અભાવ કેવી
રીતે કહી શકાશે? કારણ કે જ્યાં આત્મામાં કદી કોઈ પ્રકારનો વિકાર સંભવિત જ નથી ત્યાં
તે આત્મા જેવો ભોગરૂપ કાર્ય કરતી વખતે હતો તેવો જ તે તેના પહેલાં પણ હતો. તો પછી
શું કારણ છે કે પહેલાં પણ ભોગરૂપ કાર્ય ન હોય? કારણ હોવાથી તે હોવું જ જોઈતું હતું
અને જો તે પહેલાં ન હોય તો પછી પાછળથી પણ ઉત્પન્ન ન થવું જોઈએ. કેમ કે ભોગરૂપ
ક્રિયાનો કર્તા આત્મા સદા એકરૂપ જ રહે છે. નહિ તો તેની કૂટસ્થ નિત્યતાનો વિઘાત અવશ્ય
થાય. કારણ કે પહેલાં જે તેની અકર્તાપણારૂપ અવસ્થા હતી તેનો વિનાશ થઈને કર્તાપણારૂપ
નવી અવસ્થાનો ઉત્પાદ થયો છે. આ જ કૂટસ્થ નિત્યતાનો વિઘાત છે. એ જ રીતે જો આત્માને
સર્વથા ક્ષણિક જ માનવામાં આવે તો પણ કોઈ પ્રકારની અર્થક્રિયા થઈ શકશે નહિ કારણ કે
કોઈ પણ કાર્ય કરવા માટે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, અને ઇચ્છા આદિનું રહેવું આવશ્યક હોય છે.
તે આ ક્ષણિક એકાન્ત પક્ષમાં સંભવ નથી. એનું પણ કારણ એ છે કે જેણે પહેલાં કોઈ પદાર્થને
પ્રત્યક્ષ કરી લીધો હોય તેને જ પાછળથી તેનું સ્મરણ થાય છે અને ત્યાર પછી જ તેના ઉક્ત
અનુભૂત પદાર્થના સ્મરણપૂર્વક ફરીથી પ્રત્યક્ષ થતાં પ્રત્યભિજ્ઞાન પણ થાય છે. પરંતુ જો આત્મા
સર્વથા ક્ષણિક જ હોય તો જે ચિત્તક્ષણને પ્રત્યક્ષ થયું હતું તે તો તે જ ક્ષણે નષ્ટ થઈ ગયું
છે. એવી હાલતમાં તેના સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનની સંભાવના કેવી રીતે કરી શકાય? તથા
ઉક્ત સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન વિના કોઈ પણ કાર્ય કરવું અસંભવ છે. આ રીતે ક્ષણિક