અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૭૭
सर्वे पुद्गलपर्यया बत परे त्वत्तः प्रमत्तो भवन्-
नात्मन्नेभिरभिश्रयस्यति तरामालेन किं बन्धनम् ।।१४९।।
અનુવાદ : હે આત્મન્! તારે લોકનું શું પ્રયોજન છે? આશ્ચર્યનું શું પ્રયોજન
છે? દ્રવ્યનું શું પ્રયોજન છે? શરીરનું શું પ્રયોજન છે? વચનોનું શું પ્રયોજન છે?
ઇન્દ્રિયોનું શું પ્રયોજન છે? પ્રાણોનું શું પ્રયોજન છે? તથા તે વિકલ્પોનું પણ તારે
શું પ્રયોજન છે? અર્થાત્ આ બધાનું તારે કાંઈપણ પ્રયોજન નથી કારણ કે તે બધી
પુદ્ગલની પર્યાયો છે અને તેથી તારાથી ભિન્ન છે. તું પ્રમાદને વશ થઈને વ્યર્થ જ
આ વિકલ્પો દ્વારા કેમ અતિશય બંધનનો આશ્રય કરે છે. ૧૪૯.
(अनुष्टुप)
सतताभ्यस्तभोगानामप्यसत्सुखमात्मजम् ।
अप्यपूर्वं सदित्यास्था चित्ते यस्य स तत्त्ववित् ।।१५०।।
અનુવાદ : જે જીવોએ નિરંતર ભોગોનો અનુભવ કર્યો છે તેમનું તે ભોગોથી
ઉત્પન્ન થયેલું સુખ અવાસ્તવિક (કલ્પિત) છે પરંતુ આત્માથી ઉત્પન્ન સુખ અપૂર્વ
અને સમીચીન છે; એવો જેના હૃદયમાં દ્રઢ વિશ્વાસ થઈ ગયો છે તે તત્ત્વજ્ઞ છે. ૧૫૦.
(पृथ्वी)
प्रतिक्षणमयं जनो नियतमुग्रदुःखातुरः
क्षुधादिभिरभिश्रयंस्तदुपशान्तये ऽन्नादिकम् ।
तदेव मनुते सुखं भ्रमवशाद्यदेवासुखं
समुल्लसति कच्छुकारुजि यथा शिखिस्वेदनम् ।।१५१।।
અનુવાદ : આ પ્રાણી સમયે સમયે ક્ષુધા – તૃષા આદિ દ્વારા અત્યંત તીવ્ર દુઃખથી
વ્યાકુળ થઈને તેમને શાન્ત કરવા માટે અન્ન અને પાણી આદિનો આશ્રય લે છે અને
તેને જ ભ્રમ વશે સુખ માને છે. પરંતુ વાસ્તવમાં તે દુઃખ જ છે. આ સુખની કલ્પના
આ જાતની છે જેમ કે ખુજલીના રોગમાં અગ્નિના શેકથી થતું સુખ. ૧૫૧.
(शार्दूलविक्रीडित)
आत्मा स्वं परमीक्षते यदि समं तेनैव संचेष्टते
तस्मायेव हितस्ततो ऽपि च सुखी तस्यैव संबन्धभाक् ।