Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 153-154 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 78 of 378
PDF/HTML Page 104 of 404

 

background image
૭૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
तस्मिन्नेव गतो भवत्यविरतानन्दामृताम्भोनिधिः
किंचान्यत्सकलोपदेशनिवहस्यैतद्रहस्यं परम्
।।१५२।।
અનુવાદ : જો આત્મા પોતાની જાતને ઉત્કૃષ્ટ દેખે, તેની સાથે ક્રીડા કરે,
તેના જ માટે હિતસ્વરૂપ રહે, તેનાથી જ તે સુખી થાય, તેનો જ સંબંધ તે પામે
અને તેમાં જ તે સ્થિત થાય; તો તે આનંદરૂપ અમૃતનો સમુદ્ર બની જાય છે.
અધિક શું કહેવુ? સમસ્ત ઉપદેશોનું કેવળ આ જ રહસ્ય છે.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે બાહ્ય સર્વ પદાર્થોથી મમત્વબુદ્ધિ છોડીને
એક માત્ર પોતાના આત્મામાં લીન થવાથી અપૂર્વ સુખ પ્રાપ્ત થાય છે. તે અવસ્થામાં કર્તા કર્મ
આદિ કારકોનો કાંઈ પણ ભેદ રહેતો નથી
તે જ આત્મા કર્તા અને તે જ કર્મ આદિ સ્વરૂપ
હોય છે. એ જ કારણે ગ્રન્થકર્તાએ આ શ્લોકમાં ક્રમશઃ તેના માટે સાતે વિભક્તિઓ (आत्मा,
स्वम्, तेन, तस्मै, ततः, तस्य, तस्मिन् ) ઉપયોગ કર્યો છે. ૧૫૨.
(आर्या)
परमानन्दाब्जरसं सकलविकल्पान्यसुमनसस्त्यक्त्वा
योगी स यस्य भजते स्तिमितान्तःकरणषट्चरणः ।।१५३।।
અનુવાદ : જેનો શાન્ત અંતઃકરણરૂપી ભ્રમર સમસ્ત વિકલ્પોરૂપ અન્ય
પુષ્પોને છોડીને કેવળ ઉત્કૃષ્ટ આનંદરૂપ કમળના રસનું સેવન કરે છે તે યોગી કહેવાય
છે. ૧૫૩.
(शार्दूलविक्रीडित)
जायन्ते विरसा रसा विघटते गोष्ठीकथाकौतुकं
शीर्यन्ते विषयास्तथा विरमति प्रीतिः शरीरेऽपि च
जोषं वागपि धारयत्यविरतानन्दात्मशुद्धात्मनः
चिन्तायामपि यातुमिच्छति समं दोषैर्मनः पञ्चताम्
।।१५४।।
અનુવાદ : નિત્ય આનંદસ્વરૂપ શુદ્ધ આત્માનો વિચાર કરતાં રસ નીરસ થઈ
જાય છે, પરસ્પરના સંલાપરૂપ કથાનું કુતૂહલ નષ્ટ થઈ જાય છે, વિષય નષ્ટ થઈ
જાય છે, શરીરના વિષયમાં પણ પ્રેમ રહેતો નથી, વચન પણ મૌન ધારણ કરી લે
છે તથા મન દોષો સાથે મૃત્યુ પ્રાપ્ત કરવા ઇચ્છે છે . ૧૫૪.