અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૮૧
અનુવાદ : શુદ્ધનયની અપેક્ષાએ સમસ્ત પદાર્થોનો વિષય કરનાર જ્ઞાન અને
દર્શન જ જીવનું સ્વરૂપ છે જે તે જીવથી પૃથક્ નથી. આથી ભિન્ન બીજું કોઈ જીવનું
સ્વરૂપ હોઈ શકતું નથી. માટે તે ‘ચિદ્રૂપ’ અર્થાત્ ચેતનસ્વરૂપ એમ કહેવાય છે. ઉત્તમ
ગુરુના ઉપદેશથી પોતાના ગુણો અને પર્યાયો સાથે તે જ્ઞાન-દર્શન સ્વરૂપ જીવને સારી
રીતે જાણી લેતાં યોગીઓએ શું નથી જાણ્યું, શું નથી દેખ્યું અને શું નથી પ્રાપ્ત કર્યું?
અર્થાત્ ઉપર્યુક્ત જીવનું સ્વરૂપ જાણી લેતાં બીજું બધું જ જાણી લીધું, જોઈ લીધું
અને પ્રાપ્ત કરી લીધું છે એમ સમજવું જોઈએ. ૧૫૮.
(शार्दूलविक्रीडित)
यन्नान्तर्न बहिः स्थितं न च दिशि स्थूलं न सूक्ष्मं पुमान्
नैव स्त्री न नपुंसकं न गुरुतां प्राप्तं न यल्लाघवम् ।
कर्मस्पर्शशरीरगन्धगणनाव्याहारवर्णोज्झितं
स्वच्छं ज्ञानद्रगेकमूर्ति तदहं ज्योतिः परं नापरम् ।।१५९।।
અનુવાદ : હું તે ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ છું જે ન અંદર સ્થિત છે, ન બહાર
સ્થિત છે, ન દિશામાં સ્થિત છે, ન સ્થૂળ છે, ન સૂક્ષ્મ છે, ન પુરુષ છે, ન સ્ત્રી
છે, ન નપુંસક છે, ન ગુરુ છે, ન લઘુ છે; તથા જે કર્મ, સ્પર્શ, શરીર, ગંધ, ગણના,
શબ્દ અને વર્ણ રહિત થઈને નિર્મળ અને જ્ઞાન-દર્શનરૂપ અદ્વિતીય શરીર ધારણ કરે
છે. એનાથી ભિન્ન બીજું કોઈ મારું સ્વરૂપ નથી. ૧૫૯.
(शार्दूलविक्रीडित)
जानन्ति स्वयमेव यद्विमनसश्चिद्रूपमानन्दवत्
प्रोच्छिन्ने यदनाद्यमन्दमसकृन्मोहान्धकारे हठात् ।
सूर्याचन्द्रमसावतीत्य यदहो विश्वप्रकाशात्मकं
तज्जीयात्सहजं सुनिष्कलमहं शब्दाभिधेयं महः ।।१६०।।
અનુવાદ : જેને અનાદિકાલીન પ્રચુર મોહરૂપ અંધકાર બળપૂર્વક નષ્ટ થઈ
જવાથી મનરહિત થયેલા સર્વજ્ઞ સ્વયં જ જાણે છે, જે ચેતનસ્વરૂપ છે, આનંદ – સંયુક્ત
છે, અનાદિ છે, તીવ્ર છે, નિરંતર રહેનાર છે અને જે આશ્ચર્યની વાત છે કે સૂર્ય
તથા ચન્દ્રમાને પણ તિરસ્કૃત કરીને સમસ્ત જગતને પ્રકાશિત કરનાર છે; તે ‘अहम्’