Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 161-162 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 82 of 378
PDF/HTML Page 108 of 404

 

background image
૮૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
શબ્દથી કહેવાતું શરીર રહિત સ્વાભાવિક તેજ જયવંત હો. ૧૬૦.
(वसंततिलका)
यज्जायते किमपि कर्मवशादसातं
सातं च यत्तदनुयायि विकल्पजालम्
जातं मनागपि न यत्र पदं तदेव
देवेन्द्रवन्दितमहं शरणं गतो ऽस्मि
।।१६१।।
અનુવાદ : કર્મના ઉદયથી જે કાંઈ પણ દુઃખ અને સુખ થાય છે તથા તેમનું
અનુસરણ કરનાર જે વિકલ્પ સમૂહ પણ થાય છે તે જે પદમાં જરાય રહેતો નથી,
હું દેવેન્દ્રોથી વંદિત તે જ (મોક્ષ) પદના શરણે જાઉં છું. ૧૬૧.
(शार्दूलविक्रीडित)
धिक्कान्तास्तनमण्डलं धिगमलप्रालेयरोचिः करान्
धिक्कर्पूरविमिश्रचन्दनरसं धिक् ताञ्जलादीनपि
यत्प्राप्तं न कदाचिदत्र तदिदं संसारसंतापहृत्
लग्नं चेदतिशीतलं गुरुवचोदिव्यामृतं मे हृदि
।।१६२।।
અનુવાદ : જે પૂર્વે કદી પ્રાપ્ત થયું નથી એવું સંસારનો સંતાપ નષ્ટ કરનાર
અત્યંત શીતળ ગુરુના ઉપદેશરૂપ દિવ્ય અમૃત જો મારા હૃદયમાં સંલગ્ન છે તો પછી
પત્નીના સ્તનમંડળને ધિક્કાર છે, નિર્મળ ચંદ્રમાના કિરણોને ધિક્કાર છે, કપૂર મિશ્રિત
ચંદનરસને ધિક્કાર છે તથા અન્ય જળ આદિ શીતળ વસ્તુઓને પણ ધિક્કાર છે.
વિશેષાર્થ : સ્ત્રીનું સ્તનમંડળ, ચંદ્રકિરણ, કપૂર સાથે મળેલો ચંદનરસ, અને બીજા પણ
જે જળ આદિ શીતળ પદાર્થો લોકમાં દેખવામાં આવે છે તે બધા પ્રાણીના બાહ્ય શારીરિક સંતાપને
જ થોડા સમય માટે દૂર કરી શકે છે, નહિ કે અભ્યંતર સંસાર સંતાપને. તે સંસાર સંતાપને જો
કોઈ દૂર કરી શકે તો તે સદ્ગુરુના વચન જ દૂર કરી શકે છે. અમૃત સમાન અતિશય શીતળતા
ઉત્પન્ન કરનાર જો તે ગુરુનો દિવ્ય ઉપદેશ પ્રાણીને પ્રાપ્ત થઈ ગયો હોય તો પછી લોકમાં શીતળ
ગણાતા તે સ્ત્રીનાં સ્તનમંડળ આદિને ધિક્કાર છે, કારણ કે આ બધા પદાર્થ તે સંતાપ નષ્ટ કરવામાં
સર્વથા અસમર્થ છે. ૧૬૨.