૮૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
અનુવાદ : મારું આયુષ્ય ઘણું લાંબુ છે, હાથ પગ વગેરે બધા અવયવો ખૂબ
મજબૂત છે, આ લક્ષ્મી પણ મારા વશમાં છે તો પછી હું નકામો વ્યાકુળ શા માટે
થાઉં? ઉત્તર કાળમાં જ્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે ત્યારે હું નિશ્ચિંત થઈને ખૂબ ધર્મ
કરીશ. ખેદની વાત છે કે આ જાતનો વિચાર કરતાં કરતાં આ મૂર્ખ પ્રાણી કાળનો
કોળિયો બની જાય છે. ૧૭૦
(आर्या)
पलितैकदर्शनादपि सरति सतश्चित्तमाशु वैराग्यम् ।
प्रतिदिनमितरस्य पुनः सह जरया वर्धते तृष्णा ।।१७१।।
અનુવાદ : સાધુ પુરુષનું ચિત્ત એક પાકો (શ્વેત) વાળ દેખવાથી જ શીઘ્ર
વૈરાગ્ય પામી જાય છે. પરંતુ એનાથી વિપરીત અવિવેકી મનુષ્યની તૃષ્ણા પ્રતિદિન
વૃદ્ધત્વ સાથે વધતી જાય છે અર્થાત્ જેમ જેમ તેની વૃદ્ધાવસ્થા વધતી જાય છે તેમ
તેમ ઉત્તરોત્તર તેની તૃષ્ણા પણ વધતી જાય છે. ૧૭૧.
(मन्दाक्रान्ता)
आजातेर्नस्त्वमसि दयिता नित्यमासन्नगासि
प्रौढास्याशे किमथ बहुना स्त्रीत्वमालम्बितासि ।
अस्मत्केशग्रहणमकरोदग्रतस्ते जरेयं
मर्षस्येतन्मम च हतके स्नेहलाद्यापि चित्रम् ।।१७२।।
અનુવાદ : હે તૃષ્ણા! તું અમને જન્મથી માંડીને જ પ્રિય છો, સદા પાસે
રહેનારી છો, અને વૃદ્ધિ પામેલી છો. ઘણું શું કહીએ? તું અમારી પત્નીની અવસ્થાને
પામી છો. આ જરા (ઘડપણ) રૂપ બીજી સ્ત્રી તારી સામે જ અમારા વાળ પકડી
ચૂકી છે. હે ઘાતક તૃષ્ણા! તું મારા આ વાળ ગ્રહણરૂપ અપમાનને સહન કરતી થકી
આજે પણ સ્નેહ રાખનાર બની રહો છો એ આશ્ચર્યની વાત છે.
વિશેષાર્થ : લોકમાં જોવામાં આવે છે કે જો કોઈ પુરુષ કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ
કરે છે તો ચિરકાળથી પ્રેમ કરનારી પણ તેની સ્ત્રી તેના તરફ વિરક્ત થઈ જાય છે – તેને છોડી
દે છે. પણ ખેદની વાત છે કે તે તૃષ્ણારૂપ સ્ત્રી પોતાના પ્રિયતમને અન્ય જરારૂપ નારીમાં આસક્ત
જોવા છતાં પણ તેને છોડતી નથી અને તેના પ્રત્યે અનુરાગ જ કરે છે. તાત્પર્ય એ છે કે વૃદ્ધાવસ્થા
પ્રાપ્ત થતાં પુરુષનું શરીર શિથિલ થઈ જાય છે અને સ્મૃતિ પણ ક્ષીણ થઈ જાય છે. છતાં પણ