Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 178-179 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 89 of 378
PDF/HTML Page 115 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૮૯
જ આચરણ કરે છે અને તેનાથી જ તે મત્યુ ઉપર વિજય મેળવે છે. ૧૭૭.
(मन्दाक्रान्ता)
त्यक्त्वा दूरं विधुरपयसो दुर्गतिक्लिष्टकृच्छ्रान्
लब्ध्वानन्दं सुचिरममरश्रीसरस्यां रमन्ते
एत्यैतस्या नृपपदसरस्यक्षयं धर्मपक्षा
यान्त्येतस्मादपि शिवपदं मानसं भव्यहंसा
।।१७८।।
અનુવાદ : ધર્મરૂપી પાંખો ધારણ કરનાર ભવ્ય જીવરૂપ હંસ નરકાદિક
દુર્ગતિઓના ક્લેશયુક્ત દુઃખોરૂપ પાણી વિનાના જળાશયોને દૂરથી જ છોડીને
આનંદપૂર્વક દેવોની લક્ષ્મીરૂપ સરોવરમાં ચિરકાળ સુધી રમણ કરે છે. ત્યાંથી આવીને
તેઓ રાજ્યપદ રૂપ સરોવરમાં રમણ કરે છે. અંતે તેઓ ત્યાંથી પણ નીકળીને
અવિનશ્વર મોક્ષપદરૂપી માનસ સરોવરને પ્રાપ્ત કરે છે.
વિશેષાર્થ : જેમ ઉત્તમ, પુષ્ટ પાંખોવાળા હંસ પક્ષી જળથી ખાલી થયેલા જળાશયો છોડી
દઈને કોઈ અન્ય સરોવરમાં ચાલ્યા જાય છે અને પછી અંતે તેને પણ છોડી માનસ સરોવરમાં
જઈ પહોંચે છે તેવી જ રીતે ધર્માત્મા ભવ્યજીવ તે ધર્મના પ્રભાવથી નરકાદિ દુર્ગતિઓના કષ્ટથી
બચીને ક્રમશઃ દેવપદ અને રાજપદના સુખ ભોગવતા થકા અંતે મોક્ષપદ પ્રાપ્ત કરી લે છે. ૧૭૮.
(शार्दूलविक्रीडित)
जायन्ते जिनचक्रवर्तिबलभृद्भोगीन्द्रकृष्णादयो
धर्मादेव दिगङ्गनाङ्गविलसच्छश्वद्यशश्चन्दनाः
तद्धीना नरकादियोनिषु नरा दुःखं सहन्ते ध्रुवं
पापेनेति विजानता किमिति नो धर्मः सता सेव्यते
।।१७९।।
અનુવાદ : જેમનું યશરૂપી ચંદન સદા દિશાઓરૂપ સ્ત્રીઓના શરીરમાં
સુશોભિત રહે છે અર્થાત્ જેમની કીર્તિ સમસ્ત દિશાઓમાં ફેલાયેલી છે એવા
તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, નાગેન્દ્ર અને કૃષ્ણ (નારાયણ) આદિ પદ ધર્મથી જ
પ્રાપ્ત થાય છે. ધર્મ રહિત મનુષ્ય નિશ્ચયથી પાપના પ્રભાવથી નરકાદિક
દુર્ગતિઓમાં દુઃખ સહન કરે છે. આ વાતને જાણતા થકા સજ્જન પુરુષ ધર્મની
આરાધના કેમ નથી કરતા? ૧૭૯.