Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 183-184 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 91 of 378
PDF/HTML Page 117 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૯૧
નરકાદિથી રક્ષા કરે છે. એનાથી વિપરીત જો તે ધર્મનો ઘાત કરવામાં આવે
તો તે પણ નિશ્ચયથી પ્રાણીઓનો ઘાત કરે છે અર્થાત્ તેમને નરકાદિ યોનિઓમાં
પહોંચાડે છે. તેથી ધર્મનો ઘાત ન કરવો જોઈએ કારણ કે તે સંસારી પ્રાણીઓનું
સર્વ પ્રકારે રક્ષણ કરનાર તે જ છે. ધર્મ અહીં તે (મોક્ષ) પદને પણ પ્રાપ્ત
કરાવે છે કે જેનું ધ્યાન યોગીઓ કરતા રહે છે. ધર્મ સિવાય બીજો કોઈ મિત્ર
(હિતેચ્છક) નથી તથા ધાર્મિક પુરુષની અપેક્ષાએ બીજો કોઈ ન તો સુખી હોઈ
શકે અને ન પંડિત. ૧૮૨.
(शार्दूलविक्रीडित)
नानायोनिजलौघलङ्घितदिशि क्लेशोर्मिजालाकुले
प्रोद्भुताद्भुतभूरिकर्ममकरग्रासीकृतप्राणिनि
दुःपर्यन्तगभीरभीषणतरे जन्माम्बुधौ मज्जतां
नो धर्मादपरो ऽस्ति तारक इहाश्रान्तं यतध्वं बुधाः
।।१८३।।
અનુવાદ : જેણે અનેક યોનિરૂપ જળના સમૂહથી દિશાઓનું અતિક્રમણ કરી
નાખ્યું છે, જે ક્લેશરૂપી લહેરોના સમૂહથી વ્યાપ્ત થઈ રહ્યો છે, જ્યાં પ્રાણી પ્રગટ
થયેલ આશ્ચર્યજનક અનેક કર્મરૂપી મગરોના કોળિયા બની જાય છે, જેનો પાર ઘણી
કઠિનતાથી પ્રાપ્ત કરી શકાય છે તથા જે ગંભીર અને અતિશય ભયાનક છે; એવા
જન્મરૂપી સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓનો ઉદ્ધાર કરનાર ધર્મ સિવાય બીજો કોઈ નથી.
તેથી હે વિદ્વાનો! આપ નિરંતર ધર્મના વિષયમાં પ્રયત્ન કરો. ૧૮૩.
(शार्दूलविक्रीडित)
जन्मोच्चैःकुल एव संपदधिके लावण्यवारांनिधि-
र्नीरोगं वपुरादिरायुरखिलं धर्माद्ध्रुवं जायते
सा न श्रीरथवा जगत्सु न सुखं तत्ते न शुभ्रा गुणाः
यैरुत्कण्ठितमानसैरिव नरो नाश्रीयते धार्मिकः
।।१८४।।
અનુવાદ : નિશ્ચયથી ધર્મના પ્રભાવે અધિક સંપત્તિશાળી ઊંચ કુળમાં જ જન્મ
થાય છે, સૌન્દર્યરૂપી સમુદ્ર પ્રાપ્ત થાય છે, નીરોગ શરીર આદિ પ્રાપ્ત થાય છે તથા
આયુષ્ય પરિપૂર્ણ થાય છે અર્થાત્ અકાળ મરણ થતું નથી. અથવા સંસારમાં એવી
કોઈ લક્ષ્મી નથી, એવું કોઈ સુખ નથી અને એવો કોઈ નિર્મળ ગુણ નથી કે જે