जायन्ते ऽपि च लेप [प्य] काष्ठघटिताः सिद्धिप्रदा देवताः
घर्मश्चेदिह वाञ्छितं तनुभृतां किं किं न संपद्यते ।।१८७।।
અનુવાદ : ધર્મના પ્રભાવથી મરુભૂમિમાં પણ કમળોથી વ્યાપ્ત સરોવર પ્રાપ્ત
થઈ જાય છે, જંગલમાં પણ ઉન્નત મહેલ બની જાય છે, પર્વતના શિખર પર પણ
આનંદોત્પાદક સ્ત્રીઓ અને શ્રેષ્ઠ રત્ન પણ પ્રાપ્ત થઈ જાય છે. એ સિવાય ઉક્ત
ધર્મના જ પ્રભાવથી ભીંત ઉપર અથવા લાકડામાંથી બનાવેલ દેવતા પણ સિદ્ધિદાયક
થાય છે. બરાબર છે – ધર્મ અહીં પ્રાણીઓને ક્યા ક્યા ઇષ્ટ પદાર્થ પ્રાપ્ત કરાવતો
નથી? બધું જ પ્રાપ્ત કરાવે છે. ૧૮૭.
(वसंततिलका)
दूरादभीष्टभिगच्छति पुण्ययोगात्
पुण्याद्विना करतलस्थमपि प्रयाति ।
अन्यत्परं प्रभवतीह निमित्तमात्रं
पात्रं बुधा भवत निर्मलपुण्यराशेः ।।१८८।।
અનુવાદ : પુણ્યના યોગથી અહીં દૂરવર્તી ઇષ્ટ પદાર્થ પણ પ્રાપ્ત થઈ જાય
છે અને પુણ્ય વિના હાથમાં રહેલા પદાર્થ પણ ચાલ્યા જાય છે. બીજા પદાર્થ તો
કેવળ નિમિત્તમાત્ર થાય છે. તેથી હે પંડિતજનો! નિર્મળ પુણ્ય રાશિના ભાજન થાવ,
અર્થાત્ પુણ્યનું ઉપાર્જન કરો. ૧૮૮.
(शार्दूलविक्रीडित)
कोप्यन्धोऽपि सुलोचनो ऽपि जरसा ग्रस्तो ऽपि लावण्यवान्
निःप्राणोऽपि हरिर्विरूपतनुरप्याधुष्यते मन्मथः ।
उद्योगोज्झितचेष्टितोऽपि नितरामालिङ्ग्यते च श्रिया
पुण्यादन्यमपि प्रशस्तमखिलं जायेत यद्दुर्घटम् ।।१८९।।
અનુવાદ : પુણ્યના પ્રભાવથી કોઈ આંધળું પ્રાણી પણ નિર્મળ નેત્રોનું ધારક
થઈ જાય છે, વૃદ્ધાવસ્થા યુક્ત મનુષ્ય પણ લાવણ્યયુક્ત (સુંદર) થઈ જાય છે, નિર્બળ
પ્રાણી પણ સિંહ જેવું બળવાન બની જાય છે, વિકૃત શરીરવાળો પણ કામદેવ સમાન
સુંદર ગણવામાં આવે છે તથા ઉદ્યોગહીન ચેષ્ટાવાળો જીવ પણ લક્ષ્મી દ્વારા ગાઢપણે
અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૯૩