Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 195-196 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 96 of 378
PDF/HTML Page 122 of 404

 

background image
પણ મસ્તક ઉપર ધારણ કરે છે, દેવોનો સમૂહ તેમની સ્તુતિ કરે છે, કિન્નરીઓ
લલિત પદોથી શોભાયમાન ગીતો દ્વારા તેમના ભક્તિપૂર્વક ગુણગાન કરે છે તથા
તેમનો યશ પ્રત્યેક દિશામાં વારંવાર ભ્રમણ કરે છે અર્થાત્ તેમની કીર્તિ બધી
જ દિશામાં ફેલાઈ જાય છે. અથવા તેમને કઈ પ્રશસ્ત લક્ષ્મી પ્રાપ્ત થતી નથી?
અર્થાત્ તેમને બધા જ પ્રકારની શ્રેષ્ઠ લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય છે. ૧૯૪.
(शार्दूलविक्रीडित)
धर्मः श्रीवशमन्त्र ऐष परमो धर्मश्च कल्पद्रुमो
धर्मः कामगवीप्सितप्रदमणिर्धर्मः परं दैवतम्
धर्मः सौख्यपरंपरामृतनदीसंभूतिसत्पर्वतो
धर्मो भ्रातरुपास्यतां किमपरैः क्षुद्रैरसत्कल्पनैः
।।१९५।।
અનુવાદ : આ ઉત્કૃષ્ટ ધર્મ લક્ષ્મીને વશ કરવા માટે વશીકરણ મન્ત્ર
સમાન છે, આ ધર્મ કલ્પવૃક્ષ સમાન ઇચ્છિત પદાર્થ આપનાર છે, તે કામધેનુ
અથવા ચિન્તામણિ સમાન ઇષ્ટ વસ્તુઓનું પ્રદાન કરનાર છે, તે ધર્મ ઉત્તમ દેવ
સમાન છે તથા તે ધર્મ સુખપરંપરારૂપ અમૃતની નદી ઉત્પન્ન કરનાર ઉત્તમ પર્વત
સમાન છે. તેથી હે ભાઈ! તમે બીજી તુચ્છ મિથ્યા કલ્પનાઓ છોડીને તે ધર્મની
આરાધના કરો. ૧૯૫.
(शार्दूलविक्रीडित)
आस्तामस्य विधानतः पथि गतिर्धर्मस्य वार्तापि यैः
श्रुत्वा चेतसि धार्यते त्रिभुवने तेषां न काः संपदः
दूरे सज्जलपानमज्जनसुखं शीतैः सरोमारुतैः
प्राप्तं पद्मरजः सुगन्धिभिरपि श्रान्तं जनं मोदयेत्
।।१९६।।
અનુવાદ : આ ધર્મના અનુષ્ઠાનથી જે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે તે તો
દૂર રહો, પરંતુ જે મનુષ્ય તે ધર્મની વાત પણ સાંભળીને ચિત્તમાં ધારણ કરે છે
તેમને ત્રણ લોકમાં કઈ સંપત્તિઓ પ્રાપ્ત થતી નથી? યોગ્ય જ છે. ઉત્તમ જળ પીવા
અને તેમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થનારૂં સુખ તો દૂર રહો, પરંતુ તળાવના શીતળ
૯૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ