Padmanandi Panchvinshati (Gujarati). 2. Danopadeshana Shlok: 1 (2. Danopadeshana).

< Previous Page   Next Page >


Page 99 of 378
PDF/HTML Page 125 of 404

 

background image
૨. દાનનો ઉપદેશ
[२. दानोपदेशम् ]
(वसंततिलका)
जीयाज्जिनो जगति नाभिनरेन्द्रसूनुः
श्रेयो नृपश्च कुरुगोत्रगृहप्रदीपः
याभ्यां बभूवतुरिह व्रतदानतीर्थे
सारक्रमे परमधर्मरथस्य चक्रे
।।।।
અનુવાદ : જેમના દ્વારા ઉત્તમ રીતે ચાલનારા શ્રેષ્ઠ ધર્મરૂપી રથના ચક્ર
સમાન વ્રત અને દાનરૂપ બે તીર્થ અહીં પ્રગટ થયા છે તે નાભિરાજાના પુત્ર આદિ
જિનેન્દ્ર અને કુરુવંશરૂપ ગૃહના દીપક સમાન રાજા શ્રેયાંસ પણ જયવંત હો.
વિશેષાર્થ : આ ભરત ક્ષેત્રમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય કાળમાં ભોગભૂમિની અવસ્થા
હોય છે. તે સમયે આર્ય કહેવાતા પુરુષો અને સ્ત્રીઓમાં ન તો વિવાહાદિ સંસ્કાર હતા કે ન વ્રતાદિક
તેઓ દસ પ્રકારના કલ્પવૃક્ષોમાંથી પ્રાપ્ત થયેલી સામગ્રી દ્વારા યથેચ્છ ભોગ ભોગવતા થકા કાળ
નિર્ગમન કરતા હતા, કાળક્રમે જ્યારે તૃતીય કાળમાં પલ્યનો આઠમો ભાગ
બાકી રહ્યો ત્યારે
તે કલ્પવૃક્ષોની દાનશક્તિ ક્રમશઃ ક્ષીણ થવા લાગી હતી. તેથી જે સમયે તે આર્યોને મુશ્કેલીઓનો
અનુભવ થયો તેને યથાક્રમે ઉત્પન્ન થનાર પ્રતિશ્રુતિ આદિ ચૌદ કુલકરોએ દૂર કર્યો હતો. તેમાં
અંતિમ કુલકર નાભિરાજ હતા. પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ તેમના જ પુત્ર હતા. અત્યાર
સુધી જે વ્રતોનો પ્રચાર નહોતો તેને ભગવાન આદિનાથે પોતે જ પાંચ મહાવ્રતોનું ગ્રહણ કરીને
પ્રચલિત કર્યો. એ જ પ્રમાણે અત્યાર સુધી કોઈને દાનવિધિનું પણ પરિજ્ઞાન નહોતું. એ જ કારણે
છ માસના ઉપવાસ પરિપૂર્ણ કરીને ભગવાન આદિ જિનેન્દ્રને પારણાના નિમિત્તે બીજા પણ છ માસ
પર્યંત ઘૂમવું પડ્યું. અંતે રાજા શ્રેયાંસને જાતિસ્મરણ દ્વારા આહાર-દાનની વિધિનું પરિજ્ઞાન થયું.
૯૯