Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 2-3 (2. Danopadeshana).

< Previous Page   Next Page >


Page 100 of 378
PDF/HTML Page 126 of 404

 

background image
તે પ્રમાણે ત્યારે તેણે ભક્તિપૂર્વક ભગવાન આદિનાથને શેરડીના રસનો આહાર આપ્યો. બસ અહીંથી
આહારાદિ દાનોની વિધિનો પણ પ્રચાર શરૂ થઈ ગયો. આ રીતે ભગવાન આદિનાથે વ્રતોનો પ્રચાર
કરીને તથા શ્રેયાંસ રાજાએ દાનવિધિનો પણ પ્રચાર કરીને જગતનું કલ્યાણ કર્યું છે. તેથી ગ્રંથકાર
શ્રી પદ્મનંદી મુનિએ અહીં તીર્થના પ્રવર્તક સ્વરૂપે ભગવાન આદિ જિનેન્દ્રનું તથા દાનતીર્થના પ્રવર્તક
સ્વરૂપે શ્રેયાંસ રાજાનું સ્મરણ કર્યું છે. ૧.
(शार्दूलविक्रीडित)
श्रेयोभिधस्य नृपतेः शरदभ्रशुभ्र-
भ्राम्यद्यशोभृतजगत्रितयस्य तस्य
किं वर्णयामि ननु सद्मनि यस्य भुक्तं
त्रैलोक्यवन्दितपदेन जिनेश्वरेण
।।।।
અનુવાદ : જે શ્રેયાંસ રાજાને ઘેર ત્રણે લોકોથી વન્દિત ચરણોવાળા ભગવાન
ૠષભદેવ જિનેન્દ્રે આહાર ગ્રહણ કર્યો અને તેથી જેનો શરદૠતુના વાદળા સમાન
ધવળ યશ ત્રણે લોકમાં ફેલાયો તે શ્રેયાંસ રાજાનું કેટલું વર્ણન કરવું? ૨.
(शार्दूलविक्रीडित)
श्रेयान् नृपो जयति यस्य गृहे तदा खादेकाद्यमुनिपुंगवपारणायाम्
सा रत्नवृष्टिरभवज्जगदेकचित्रहेतुर्यया वसुमतीत्वमिता धरित्री ।।।।
અનુવાદ : જે શ્રેયાંસ રાજાને ઘેર ઇન્દ્રાદિકો દ્વારા વન્દનીય એક પ્રથમ
મુનિપુંગવ (તીર્થંકર)ના આહાર લેવાના સમયે લોકોને અભૂતપૂર્વ આશ્ચર્યમાં નાખનારી
આકાશમાંથી તે રત્નવૃષ્ટિ થઈ કે જેના દ્વારા આ પૃથ્વી ‘વસુમતી (ધનવાળી)’ એવી
સાર્થક સંજ્ઞા પામી હતી; તે શ્રેયાંસ રાજા જયવંત હો.
વિશેષાર્થ : આ આગમમાં સારી રીતે પ્રસિદ્ધ છે કે જેના ઘેર કોઈ તીર્થંકરનું પ્રથમ
પારણું થાય છે તેમને ત્યાં પાંચ આશ્ચર્ય થાય છે. (૧) રત્નવર્ષા (૨) દુંદુભીવાદન (૩) જય
જય શબ્દનો પ્રસાર (૪) સુગંધી વાયુનો સંચાર અને (૫) પુષ્પોની વર્ષા. (જુઓ તિ. પ.
ગાથા ૪, ૬૭૧ થી ૬૭૪). તે પ્રમાણે ભગવાન આદિનાથે જ્યારે રાજા શ્રેયાંસને ઘેર પ્રથમ
પારણું કર્યું હતું. ત્યારે તેના ઘરમાં પણ રત્નોનો વરસાદ વરસ્યો હતો. તેનો જ નિર્દેશ અહીં
શ્રી પદ્મનંદી મુનિએ કર્યો છે. ૩.
૧૦૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ