(शार्दूलविक्रीडित)
प्राप्तेऽपि दुर्लभतरेऽपि मनुष्यभावे
स्वप्नेन्द्रजालसद्रशेऽपि हि जीवितादौ ।
ये लोभकूपकु हरे पतिताः प्रवक्ष्ये
कारुण्यतः खलु तदुद्धरणाय किंचित् ।।४।।
અનુવાદ : જે મનુષ્ય પર્યાય અતિશય દુર્લભ છે તે પ્રાપ્ત થવા છતાં પણ
તથા જીવન આદિ સ્વપ્ન અને ઇન્દ્રજાળ સમાન વિનશ્વર હોવા છતાં પણ જે પ્રાણી
લોભરૂપ અંધકારયુક્ત કૂવામાં પડેલા છે તેમના ઉદ્ધાર માટે દયાળુ બુદ્ધિથી અહીં
કેટલુંક દાનનું વર્ણન કર્યું છે. ૪.
(शार्दूलविक्रीडित)
कान्तात्मजद्रविणमुख्यपदार्थसार्थप्रोत्थातिघोरघनमोहमहासमुद्रे ।
पोतायते गृहिणि सर्वगुणाधिकत्वाद्दानं परं परमसात्त्विकभावयुक्त म् ।।५।।
અનુવાદ : જે ગૃહસ્થ જીવન સ્ત્રી, પુત્ર અને ધન આદિ પદાર્થોના સમૂહથી
ઉત્પન્ન થયેલ અત્યંત ભયાનક અને વિસ્તૃત મોહના વિશાળ સમુદ્ર સમાન છે તે
ગૃહસ્થ જીવનમાં ઉત્તમ સાત્ત્વિક ભાવથી આપવામાં આવેલું ઉત્કૃષ્ટ દાન સમસ્ત
ગુણોમાં શ્રેષ્ઠ હોવાથી નૌકાનું કામ કરે છે.
વિશેષાર્થ : આ ગૃહસ્થ જીવનમાં પ્રાણીને, સ્ત્રી, પુત્ર અને ધન આદિથી સદા મોહ રહ્યા
કરે છે; કે જેથી તે અનેક પ્રકારના આરંભોમાં પ્રવૃત્ત થઈને પાપનો સંચય કર્યા કરે છે. આ પાપને
નષ્ટ કરવાનો જો તેની પાસે કોઈ ઉપાય હોય તો તે દાન જ છે. આ દાન સંસારરૂપી સમુદ્રથી
પાર થવાને માટે જહાજ સમાન છે. ૫.
(शार्दूलविक्रीडित)
नानाजनाश्रितपरिग्रहसंभृतायाः
सत्पात्रदानविधिरेव गृहस्थतायाः ।
हेतुः परः शुभगतेर्विषमे भवेऽस्मिन्
नावः समुद्र इव कर्मठकर्णधारः ।।६।।
અધિકાર – ૨ઃ દાનનો ઉપદેશ ]૧૦૧