Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 7 (2. Danopadeshana).

< Previous Page   Next Page >


Page 102 of 378
PDF/HTML Page 128 of 404

 

background image
અનુવાદ : આ વિષમ સંસારમાં જુદા જુદા કુટુંબી આદિ જનોના આશ્રયે
પરિગ્રહથી પરિપૂર્ણ એવી ગૃહસ્થ અવસ્થાના શુભ પ્રવર્તનનું કારણ એક માત્ર
સત્પાત્રદાનની વિધિ જ છે જેમ સમુદ્રથી પાર થવા માટે ચતુર નાવિકથી સંચાલિત
નાવ કારણ છે.
વિશેષાર્થ : જે દાન દેવાને યોગ્ય છે તેને પાત્ર કહેવાય છે. તે ઉત્તમ, મધ્યમ અને
જઘન્યના ભેદથી ત્રણ પ્રકારના છે. એમાં સકળ ચારિત્ર (મહાવ્રત) ધારણ કરનાર મુનિને ઉત્તમ
પાત્ર, વિકળ ચારિત્ર (દેશવ્રત) ધારણ કરનાર શ્રાવકને મધ્યમ પાત્ર અને વ્રતરહિત સમ્યગ્દ્રષ્ટિને
જઘન્ય પાત્ર સમજવા જોઈએ. આ પાત્રોને જો મિથ્યાદ્રષ્ટિ જીવ આહારાદિ આપે છે તો તે યથાક્રમે
(ઉત્તમ પાત્ર આદિ અનુસાર) ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ભોગભૂમિના સુખ ભોગવીને ત્યાર પછી
યથા સંભવ દેવપર્યાયને પ્રાપ્ત કરે છે, પણ જો ઉપર્યુક્ત પાત્રોને જ સમ્યગ્દ્રષ્ટિ જીવ આહાર આદિ
આપે છે તો તે નિયમથી ઉત્તમ દેવોમાં જ ઉત્પન્ન થાય છે. કારણ એ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને
એક માત્ર દેવાયુનો જ બંધ થાય છે. આમના સિવાય જે જીવ સમ્યગ્દર્શનથી રહિત હોવા છતાં
પણ વ્રતોનું પરિપાલન કરે છે તે કુપાત્ર કહેવાય છે. કુપાત્રદાનના પ્રભાવથી પ્રાણી કુભોગભૂમિઓ
(અંતરદ્વીપો)માં કુમનુષ્ય તરીકે ઉત્પન્ન થાય છે. જે પ્રાણી ન તો સમ્યગ્દ્રષ્ટિ છે, અને ન વ્રતોનું
પણ પાલન કરે છે તે અપાત્ર કહેવાય છે અને એવા અપાત્રને આપવામાં આવેલું દાન વ્યર્થ જાય
છે
તેનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી જેમ કે ઉજ્જડ ભૂમિમાં વાવેલું બીજ. એટલું અવશ્ય છે કે અપાત્ર
હોવા છતાં પણ જે પ્રાણી વિકલાંગ (લંગડા, આંધળા વગેરે) અથવા અસહાય છે તેમને દયાપૂર્વક
આપવામાં આવેલું દાન (દયાદત્તિ) વ્યર્થ નથી જતું. પરંતુ તેનાથી ય યથાયોગ્ય પુણ્ય કર્મનો બંધ
અવશ્ય થાય છે. ૬.
(वसंततिलका)
आयासकोटिभिरुपार्जितमङ्गजेभ्यो
यज्जीवितादपि निजाद्दयितं जनानाम्
वित्तस्य तस्य सुगतिः खलु दानमेक-
मन्या विपत्तय इति प्रवदन्ति सन्तः
।।।।
અનુવાદ : કરોડો પરિશ્રમોથી સંચિત કરેલું જે ધન પ્રાણીઓને પુત્રો અને
પોતાના પ્રાણોથી પણ અધિક પ્રિય લાગે છે તેનો સદુપયોગ કેવળ દાન દેવામાં
જ થાય છે, એનાથી વિરુદ્ધ દુર્વ્યસનાદિમાં તેનો ઉપયોગ કરવાથી પ્રાણીને કષ્ટ
જ ભોગવવા પડે છે; એવું સાધુજનોનું કહેવું છે. ૭.
૧૦૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ