(वसंततिलका)
भुक्त्यादिभिः प्रतिदिनं गृहिणो न सम्यङ्-
नष्टा रमापि पुनरेति कदाचिदत्र ।
सत्पात्रदानविधिना तु गताप्युदेति
क्षेत्रस्थबीजमिव कोटिगुणं वटस्थ ।।८।।
અનુવાદ : લોકમાં પ્રતિદિન ભોજન આદિ દ્વારા નાશ પામેલી ગૃહસ્થની
લક્ષ્મી (સંપત્તિ) અહીં ફરીથી કદી પણ પ્રાપ્ત થતી નથી. પરંતુ ઉત્તમ પાત્રોને
આપવામાં આવેલ દાનની વિધિથી વ્યય પામેલી સંપત્તિ ફરીથી પણ પ્રાપ્ત થઈ જાય
છે. જેમ ઉત્તમ ભૂમિમાં વાવેલું વડવૃક્ષનું બીજ કરોડગણું ફળ આપે છે. ૮.
(वसंततिलका)
यो दत्तवानिह मुमुक्षुजनाय भुक्तिंं
भक्त्याश्रितः शिवपथे न धृतः स एव ।
आत्मापि तेन विदधत्सुरसद्म नून-
मुच्चैः पदं व्रजति तत्सहितोऽपि शिल्पी ।।९।।
અનુવાદ : જે શ્રાવકે અહીં મોક્ષાભિલાષી મુનિને ભક્તિપૂર્વક આહાર આપ્યો
છે તેણે કેવળ તે મુનિને જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત નથી કર્યા પણ પોતાની જાતને પણ
તેણે મોક્ષમાર્ગમાં લગાવી છે. બરાબર જ છે – મંદિર બનાવનાર કારીગર પણ નિશ્ચયથી
તે મંદિરની સાથે જ ઊંચા સ્થાન ઉપર ચાલ્યો જાય છે.
વિશેષાર્થ : જેમ દેવાલયને બનાવનાર કારીગર જેમ જેમ દેવાલય ઊંચું થતું જાય છે
તેમ તેમ તે પણ ઊંચા સ્થાને ચઢતો જાય છે. બરાબર એવી જ રીતે મુનિને ભક્તિપૂર્વક આહાર
આપનાર ગૃહસ્થ પણ ઉક્ત મુનિની સાથે જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. ૯.
(वसंततिलका)
यः शाकपिण्डमपि भक्ति रसानुविद्ध-
बुद्धिः प्रयच्छति जनो मुनिपुंगवाय ।
स स्यादनन्तफलभागथ बीजमुप्तं
क्षेत्रे न किं भवति भूरि कृषीवलस्य ।।१०।।
અધિકાર – ૨ઃ દાનનો ઉપદેશ ]૧૦૩