અનુવાદ : ભક્તિરસથી અનુરંજિત બુદ્ધિવાળો જે ગૃહસ્થ શ્રેષ્ઠ મુનિને શાકનો
આહાર પણ આપે છે તે અનંત ફળ ભોગવનાર થાય છે. યોગ્ય છે – ઉત્તમ ખેતરમાં
વાવેલું બીજ શું ખેડૂતને ઘણું ફળ નથી આપતું? અવશ્ય આપે છે. ૧૦.
(वसंततिलका)
साक्षान्मनोवचनकायविशुद्धिशुद्धः
पात्राय यच्छति जनो ननु भुक्ति मात्रम् ।
यस्तस्य संसृतिसमुत्तरणैकबीजे
पुण्ये हरिर्भवति सोऽपि कृताभिलाषः ।।११।।
અનુવાદ : મન, વચન અને કાયાની શુદ્ધિથી વિશુદ્ધ થયેલ જે મનુષ્ય સાક્ષાત્
પાત્ર (મુનિ આદિ)ને કેવળ આહાર જ આપે છે તેના સંસારથી પાર ઉતારવામાં અદ્વિતીય
કારણસ્વરૂપ પુણ્યના વિષયમાં તે ઇન્દ્ર પણ અભિલાષા યુક્ત હોય છે. અભિપ્રાય એમ
છે કે એનાથી જે તેને પુણ્યની પ્રાપ્તિ થવાની છે તેને ઇન્દ્ર પણ ઇચ્છે છે. ૧૧.
(वसंततिलका)
मोक्षस्य कारणमभिष्टुतमत्र लोके
तद्धार्यते मुनिभिरङ्गबलात्तदन्नात् ।
तद्दीयते च गृहिणा गुरुभक्ति भाजा
तस्माद्धृतो गृहिजनेन विमुक्ति मार्गः ।।१२।।
અનુવાદ : લોકમાં મોક્ષના કારણભૂત જે રત્નત્રયની સ્તુતિ કરવામાં આવે
છે તે મુનિઓ દ્વારા શરીરની શક્તિથી ધારણ કરવામાં આવે છે, તે શરીરની શક્તિ
ભોજનથી પ્રાપ્ત થાય છે અને તે ભોજન અતિશય ભક્તિપૂર્વક ગૃહસ્થ દ્વારા આપવામાં
આવે છે. એ જ કારણે વાસ્તવમાં તે મોક્ષમાર્ગ ગૃહસ્થોએ જ ધારણ કર્યો છે. ૧૨.
(वसंततिलका)
नानागृहव्यतिकरार्जितपापपुञ्जैः
खञ्जीकृतानि गृहिणो न तथा व्रतानि ।
उच्चैः फलं विदधतीह यथैकदापि
प्रीत्यातिशुद्धमनसा कृतपात्रदानम् ।।१३।।
૧૦૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ