અનુવાદ : લોકમાં અત્યંત વિશુદ્ધ મનવાળા ગૃહસ્થદ્વારા પ્રીતિપૂર્વક પાત્રને
એક વાર પણ આપવામાં આવેલું દાન જેવું ઉન્નત ફળ આપે છે તેવું ફલ ગૃહની
અનેક ઝંઝટોથી ઉત્પન્ન થયેલ પાપ સમૂહો દ્વારા કૂબડા અર્થાત્ શક્તિહીન કરવામાં
આવેલા ગૃહસ્થના વ્રત કરતા નથી. ૧૩.
(वसंततिलका)
मूले तनुस्तदनु धावति वर्धमाना
यावच्छिवं सरिदिवानिशमासमुद्रम् ।
लक्ष्मीः सद्रष्टिपुरुषस्य यतीन्द्रदान –
पुण्यात्पुरः सह यशोभिरतीद्धफे नैः ।।१४।।
અનુવાદ : સમ્યગ્દ્રષ્ટિ પુરુષની લક્ષ્મી મૂળમાં અલ્પ હોવા છતાં પણ ત્યાર
પછી મુનિરાજને આપવામાં આવેલ દાનથી ઉત્પન્ન થયેલ પુણ્યના પ્રભાવથી કીર્તિ
સાથે નિરંતર ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી થકી મોક્ષપર્યંત જાય છે – જેમ – નદી મૂળમાં કૃશ
હોવા છતાં પણ અતિશય તેજસ્વી ફીણ સાથે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સમુદ્ર સુધી જાય
છે.
વિશેષાર્થ : જેમ નદીને ઉદ્ગમસ્થાનમાં તેનો વિસ્તાર જો કે બહુ જ થોડો હોય છે,
છતાં પણ તે સમુદ્રપર્યંત પહોંચતા ઉત્તરોત્તર વધતો જ જાય છે. એની સાથે નદીના ફીણ પણ તે
જ ક્રમે વધતા જાય છે. તેવી જ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવની ધન – સંપત્તિ પણ જો કે શરૂઆતમાં બહુ
થોડી હોય છે તોપણ તે આગળ ભક્તિપૂર્વક કરવામાં આવેલા પાત્રદાનથી જે પુણ્યબંધ થાય છે
તેના પ્રભાવથી મુક્તિ પ્રાપ્ત થવા સુધી ઉત્તરોત્તર વૃદ્ધિ જ પામતી જાય છે. તેની સાથે જ ઉક્ત
દાતા શ્રાવકની કીર્તિનો પ્રસાર પણ વધતો જાય છે. ૧૪.
(वसंततिलका)
प्रायः कुतो गृहगते परमात्मबोधः
शुद्धात्मनो भुवि यतः पुरुषार्थसिद्धिः ।
दानात्पुनर्ननु चतुर्विधतः करस्था
सा लीलयैव कृतपात्रजनानुषंगात् ।।१५।।
અનુવાદ : જગતમાં જે ઉત્કૃષ્ટ આત્મસ્વરૂપના જ્ઞાનથી શુદ્ધ આત્માના
પુરુષાર્થની સિદ્ધિ થાય છે તે આત્મજ્ઞાન ગૃહમાં સ્થિત મનુષ્યને પ્રાયઃ ક્યાંથી થઈ
અધિકાર – ૨ઃ દાનનો ઉપદેશ ]૧૦૫