શકે? અર્થાત્ થઈ શકતું નથી. પણ તે પુરુષાર્થની સિદ્ધિ પાત્ર જનોને આપવામાં
આવેલ ચાર પ્રકારના દાનથી અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે. ૧૫.
(वसंततिलका)
नामापि यः स्मरति मोक्षपथस्य साधो-
राशु क्षयं व्रजति तद्दुरितं समस्तम् ।
यो भक्त भेषजमठादिकृतोपकारः
संसारमुत्तरति सोऽत्र नरो न चित्तम् ।।१६।।
અનુવાદ : જે મનુષ્ય મોક્ષમાર્ગમાં સ્થિત સાધુનું કેવળ નામસ્મરણ પણ કરે
છે તેના સમસ્ત પાપ શીઘ્ર જ નાશ પામી જાય છે. વળી જે મનુષ્ય ઉક્ત સાધુને
ભોજન, ઔષધ અને મઠ (ઉપાશ્રય) આદિ દ્વારા ઉપકાર કરે છે તે જો સંસારથી
પાર થઈ જાય છે તો તેમાં ભલા આશ્ચર્ય જ શું છે? કાંઈ પણ નહિ. ૧૬.
(वसंततिलका)
किं ते गृहाः किमिह ते गृहिणो नु येषा –
मन्तर्मनस्सु मुनयो न हि संचरन्ति ।
साक्षादथ स्मृतिवशाच्चरणोदकेन
नित्यं पवित्रितधराग्रशिरःप्रदेशाः ।।१७।।
અનુવાદ : જે મુનિઓ સાક્ષાત્ પોતાના પાદોદકથી ગૃહગત પૃથ્વીના
અગ્રભાગને સદા પવિત્ર કરતા રહે છે એવા મુનિઓ જે ગૃહોમાં સાક્ષાત્ સંચાર કરતા
નથી તે ઘર શું છે? અર્થાત્ એવા ગૃહોનું કાંઈ પણ મહત્ત્વ નથી. એ જ રીતે સ્મરણ
વશે પોતાના ચરણ જળ દ્વારા શ્રાવકોના શિર પ્રદેશોને પવિત્ર કરનાર તે મુનિઓ
જે શ્રાવકોનાં મનમાં સંચાર કરતા નથી તે શ્રાવક પણ શું છે? અર્થાત્ તેમનું કાંઈ
પણ મહત્ત્વ નથી.
વિશેષાર્થ : અભિપ્રાય એવો છે કે જે ઘરોમાં આહારાદિના નિમિત્તે મુનિઓનું
આવાગમન થતું રહે છે તે જ ઘર વાસ્તવમાં સફળ છે. એ જ રીતે જે ગૃહસ્થ તે મુનિઓનું
મનથી ચિંતન કરે છે તથા તેમને આહારાદિ આપવામાં સદા ઉત્સુક રહે છે તે જ ગૃહસ્થ
પ્રશંસાને યોગ્ય છે. ૧૭.
૧૦૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ