અનુવાદ : એક મનુષ્ય પાસે ઉત્તમ પાત્રને આપેલ દાનથી ઉત્પન્ન
પુણ્યનો સમૂહ છે અને બીજા મનુષ્ય પાસે રાજ્યલક્ષ્મી વિદ્યમાન છે. છતાં પણ
પ્રથમ મનુષ્યની અપેક્ષાએ દ્વિતીય મનુષ્ય દરિદ્ર જ છે કારણ કે તેની પાસે
આગામી કાળમાં ફળ આપનાર કાંઈ પણ બાકી નથી.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે સુખનું કારણ એક માત્ર પુણ્યનો સંચય જ હોય છે.
એ જ કારણે જે વ્યક્તિએ પાત્રદાનાદિ દ્વારા એવા પુણ્યનો સંચય કરી લીધો છે તે આગામી કાળમાં
સુખી રહેશે. પણ જે વ્યક્તિએ એવા પુણ્યનો સંચય કર્યો નથી તે વર્તમાનમાં રાજ્યલક્ષ્મીથી સંપન્ન
હોવા છતાં પણ ભવિષ્યમાં દુઃખી જ રહેશે. ૨૦.
(वसंततिलका)
दानाय यस्य न धनं न वपुर्व्रताय
नैवं श्रुतं च परमोपशमाय नित्यम् ।
तज्जन्म केवलमलं मरणाय भूरि-
संसारदुःखमृतिजातिनिबन्धनाय ।।२१।।
અનુવાદ : જેનું ધન દાન માટે નથી, શરીર વ્રત માટે નથી એ જ રીતે
શાસ્ત્રાભ્યાસ કષાયોના ઉત્કૃષ્ટ ઉપશમ માટે નથી; તેનો જન્મ કેવળ સાંસારિક દુઃખ,
મરણ અને જન્મના કારણભૂત મરણ માટે જ હોય છે.
વિશેષાર્થ : જે મનુષ્ય પોતાના ધનનો સદુપયોગ દાનમાં કરતો નથી, શરીરનો સદુપયોગ
વ્રત ધારણમાં કરતો નથી તથા આગમમાં નિપુણ હોવા છતાં પણ કષાયોનું દમન કરતો નથી તે
વારંવાર જન્મ-મરણ ધારણ કરતો સાંસારિક દુઃખ જ સહન કર્યા કરે છે. ૨૧.
(वसंततिलका)
प्राप्ते नृजन्मनि तपः परमस्तु जन्तोः
संसारसागरसमुत्तरणैकसेतुः ।
मा भूद्विभूतिरिह बन्धनहेतुरेव
देवे गुरौ शमिनि पूजनदानहीना ।।२२।।
અનુવાદ : મનુષ્યજન્મ પ્રાપ્ત થતાં જીવે ઉત્તમ તપ ગ્રહણ કરવું જોઈએ
કેમ કે તે સંસારરૂપી સમુદ્રથી પાર થવા માટે અપૂર્વ પુલ સમાન છે. તેની પાસે
૧૦૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ