અનુવાદ : અહીં સંસારરૂપ સમુદ્રમાં પરિભ્રમણ કરતાં જો ઘણાં કાળે મહાન
દુઃખથી મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ ગઈ છે તો તેને પામીને ઉત્કૃષ્ટ તપ કરવું જોઈએ.
જો કદાચ તે તપ ન કરી શકાય તો અણુવ્રતી જ થઈ જવું જોઈએ કે જેથી પ્રતિદિન
પાત્રદાન થઈ શકે. ૨૫.
(वसंततिलका)
ग्रामान्तरं व्रजति यः स्वगृहाद्गृहीत्वा
पाथेयमुन्नततरं स सुखी मनुष्यः ।
जन्मान्तरं प्रविशतो ऽस्य तथा व्रतेन
दानेन चार्जितशुभं सुखहेतुरेकम् ।।२६।।
અનુવાદ : જે મનુષ્ય પોતાના ઘેરથી ઘણો નાસ્તો (માર્ગમાં ખાવા યોગ્ય
પકવાન્ન વગેરે) લઈને બીજા કોઈ ગામ જાય છે તે જેમ સુખી રહે છે તેવી જ રીતે
બીજા જન્મમાં પ્રવેશવાને માટે પ્રવાસ કરનાર આ જીવને વ્રત અને દાનથી કમાયેલું
એક માત્ર પુણ્ય જ સુખનું કારણ થાય છે. ૨૬.
(वसंततिलका)
यत्नः कृतोऽपि मदनार्थयशोनिमित्तं
दैवादिह व्रजति निष्फलतां कदाचित् ।
संकल्पमात्रमपि दानविधौ तु पुण्यं
कुर्यादसत्यपि हि पात्रजने प्रमोदात् ।।२७।।
અનુવાદ : અહીં કામ, અર્થ અને યશ માટે કરવામાં આવેલો પ્રયત્ન
ભાગ્યવશ કદાચ નિષ્ફળ પણ થઈ જાય છે. પરંતુ પાત્રજનના અભાવમાં પણ હર્ષપૂર્વક
દાનના અનુષ્ઠાનમાં કરવામાં આવેલો કેવળ સંકલ્પ પણ પુણ્ય કરે છે. ૨૭.
(वसंततिलका)
सद्मागते किल विपक्षजने ऽपि सन्तः
कुर्वन्ति मानमतुलं वचनासनाद्यैः ।
यत्तत्र चारुगुणरत्न निधानभूतै
पात्रे मुदा महति किं क्रियते न शिष्टैः ।।२८।।
૧૧૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ