અનુવાદ : પોતાના ઘેર શત્રુઓ આવે તો પણ સજ્જન મનુષ્ય વચન અને
આસનદાન વગેરે દ્વારા તેનો અનુપમ આદર – સત્કાર કરે છે. તો પછી શું ઉત્તમ ગુણોરૂપ
રત્નોના આશ્રયભૂત ઉત્કૃષ્ટ પાત્ર ત્યાં પહોંચતા સજ્જન હર્ષથી આદર – સત્કાર નથી
કરતા? અર્થાત્ તેઓ અવશ્યમેવ દાનાદિ દ્વારા તેનું યથાયોગ્ય સન્માન કરે છે. ૨૮.
(वसंततिलका)
सूनोर्मृतेरपि दिनं न सतस्तथा स्याद्
बाधाकरं बत यथा मुनिदानशून्यम् ।
दुर्वारदुष्टविधिना न कृते ह्यकार्ये
पुंसा कृते तु मनुते मतिमाननिष्टम् ।।२९।।
અનુવાદ : સજ્જન મનુષ્યને માટે પોતાના પુત્રના મૃત્યુનો દિવસ પણ એટલો
બાધક નથી હોતો જેટલો મુનિદાનથી રહિત દિવસ તેમને માટે બાધક હોય છે.
બરાબર છે – દુર્નિવાર દુષ્ટ દૈવ દ્વારા કુત્સિત કાર્ય કરવામાં આવતા બુદ્ધિમાન મનુષ્ય
તેને અનિષ્ટ નથી માનતા પરંતુ મનુષ્ય દ્વારા એવું કોઈ કામ કરવામાં વિવેકી પ્રાણી
તેને અનિષ્ટ માને છે.
વિશેષાર્થ : જો કોઈ વિવેકી મનુષ્યના ઘરમાં પુત્રનું મરણ થઈ જાય તો તે શોકાકુળ
થતા નથી કારણ કે તે જાણે છે કે આ પુત્ર વિયોગ પોતાના પૂર્વોપાર્જિત કર્મના ઉદયથી થયો છે
કે જે કોઈ પણ પ્રકારે ટાળી શકાતો નથી. પરંતુ તેને ત્યાં જો કોઈ દિવસ સાધુ પુરુષને આહારદાન
આપવામાં આવતું નથી તો તે એના માટે પશ્ચાત્તાપ કરે છે. એનું કારણ એ છે કે તે તેની
અસાવધાનીથી થયું છે, એમાં દૈવ કાંઈ બાધક થયું નથી. જો તેણે સાવધાન રહીને દ્વાર પાસે પ્રતીક્ષા
આદિ કરી હોત તો મુનિદાનનો સુયોગ તેને પ્રાપ્ત થઈ શક્યો હોત. ૨૯.
(वसंततिलका)
ये धर्मकारणसमुल्लसिता विकल्पा-
स्त्यागेन ते धनयुतस्य भवन्ति सत्याः ।
स्पृष्टाः शशाङ्ककिरणैरमृतं क्षरन्त-
श्चन्द्रोपलाः किल लभन्त इह प्रतिष्ठाम् ।।३०।।
અનુવાદ : ધર્મના સાધન માટે જે વિકલ્પો ઉત્પન્ન થાય છે તે ધનવાન
અધિકાર – ૨ઃ દાનનો ઉપદેશ ]૧૧૧