મનુષ્યના દાન દ્વારા સત્ય બને છે. બરાબર છે – ચન્દ્રકાન્તમણિ ચન્દ્રના કિરણોનો સ્પર્શ
પામીને અમૃત વહેવરાવીને જ અહીં પ્રતિષ્ઠા પામે છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે પાત્રને દાન આપનાર શ્રાવક આ ભવમાં ઉક્ત
દાન દ્વારા લોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. જેમ કે – ચન્દ્રકાન્તમણિથી બનાવેલ ભવનને જોવા છતાં
પણ સાધારણ મનુષ્ય ઉક્ત ચન્દ્રકાન્ત મણિનો પરિચય પામતો નથી. પણ ચન્દ્રમાનો ઉદય થતાં
જ્યારે ઉક્ત ભવનમાંથી પાણીનો પ્રવાહ વહેવા લાગે છે ત્યારે સામાન્યમાં સામાન્ય માણસ પણ
એમ સમજી લે છે કે ઉક્ત ભવન ચન્દ્રકાન્ત મણિથી બનાવેલ છે, તેથી તે તેમની પ્રશંસા કરે
છે. બરાબર એ જ રીતે વિવેકી દાતા જિનમંદિર આદિનું નિર્માણ કરાવીને પોતાની સંપત્તિનો
સદુપયોગ કરે છે. તે જો કે પોતે પોતાની પ્રતિષ્ઠા ઇચ્છતા નથી છતાં પણ ઉક્ત જિનમંદિર
આદિનું અવલોકન કરનાર અન્ય મનુષ્યો તેની પ્રશંસા કરે છે. આ તો થઈ આ જન્મની વાત.
આની સાથે જ પાત્રદાનાદિ ધર્મકાર્યો દ્વારા જે તેને પુણ્યલાભ થાય છે તેનાથી તે પર જન્મમાં
પણ સંપન્ન અને સુખી થાય છે. ૩૦.
(वसंततिलका)
मन्दायते य इह दानविधौ धने ऽपि
सत्यात्मनो वदति धार्मिकतां च यत्तत् ।
माया हृदि स्फु रति सा मनुजस्य तस्य
या जायते तडिदमुत्र सुखाचलेषु ।।३१।।
અનુવાદ : જે મનુષ્ય ધન હોવા છતાં પણ દાન દેવામાં ઉત્સુક તો થતો
નથી પરંતુ પોતાની ધાર્મિકતા પ્રગટ કરે છે તેના હૃદયમાં જે કુટિલતા રહે છે તે
પરલોકમાં તેના સુખરૂપી પર્વતોના વિનાશ માટે વીજળીનું કામ કરે છે. ૩૧.
(वसंततिलका)
ग्रासस्तदर्धमपि देयमथार्धमेव
तस्यापि संततमणुव्रतिना यथर्द्धि ।
इच्छानुरूपमिह कस्य कदात्र लोके
द्रव्यं भविष्यति सदुत्तमदानहेतुः ।।३२।।
અનુવાદ : અણુવ્રતી ગૃહસ્થે નિરંતર પોતાની સંપત્તિ પ્રમાણે એક ગ્રાસ,
અડધો ગ્રાસ અથવા તેનો પણ અડધો ભાગ અર્થાત્ ગ્રાસનો એક ચતુર્થાંશ પણ દેવો
૧૧૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ