જોઈએ. કારણ એ કે અહીં લોકમાં પોતાની ઇચ્છાનુસાર દ્રવ્ય કોને ક્યારે મળશે કે
જે ઉત્તમ પાત્રદાનનું કારણ થઈ શકે, એ કાંઈ પણ કહી શકાતું નથી.
વિશેષાર્થ : જેમની પાસે અધિક દ્રવ્ય હોતું નથી તેઓ ઘણું કરીને વિચાર કર્યા
કરે છે કે જ્યારે પૂરતું ધન મળશે ત્યારે આપણે દાન કરીશું. એવા જ મનુષ્યોને લક્ષમાં
રાખીને અહીં એમ કહેવામાં આવ્યું છે કે ઘણું કરીને ઇચ્છાનુસાર દ્રવ્ય કદી કોઈને પણ
પ્રાપ્ત થતું નથી માટે પોતાની પાસે જે કાંઈ દ્રવ્ય છે તે પ્રમાણે પ્રત્યેક મનુષ્યે પ્રતિદિન થોડું
દાન આપવું જ જોઈએ. ૩૨.
(वसंततिलका)
मिथ्याद्रशो ऽपि रुचिरेव मुनीन्द्रदाने
दद्यात् पशोरपि हि जन्म सुभोगभूमौ ।
कल्पाङ्ध्रिपा ददति यत्र सदेप्सितानि
सर्वाणि तत्र विदधाति न किं सुद्रष्टेः ।।३३।।
અનુવાદ : મિથ્યાદ્રષ્ટિ પશુને પણ મુનિરાજને દાન આપવામાં જે કેવળ રુચિ
હોય છે તેનાથી જ તે, ઉત્તમ ભોગભૂમિમાં જન્મ લે છે કે જ્યાં કલ્પવૃક્ષ સદા તેને
સર્વ પ્રકારના ઇચ્છિત પદાર્થો આપે છે. તો પછી જો સમ્યગ્દ્રષ્ટિ તે પાત્રદાનમાં રુચિ
રાખે તો તેને શું પ્રાપ્ત ન થાય? અર્થાત્ તેને તો નિશ્ચિતપણે જ વાંછિત ફળ પ્રાપ્ત
થાય છે. ૩૩.
(वसंततिलका)
दानाय यस्य न समुत्सहते मनीषा
तद्योग्यसपदि गृहाभिमुखे च पात्रे ।
प्राप्तं खनावतिमहार्ध्यतरं विहाय
रत्नं करोति विमतिस्तलभूमिभेदम् ।।३४।।
અનુવાદ : દાન યોગ્ય સંપત્તિ હોવા છતાં અને પાત્ર પણ પોતાના ઘર
સમીપે આવવા છતાં જે મનુષ્યની બુદ્ધિ દાન માટે ઉત્સાહિત થતી નથી તે
દુર્બુદ્ધિ ખાણમાંથી પ્રાપ્ત થયેલ અતિશય મૂલ્યવાન રત્ન છોડી દઈને પૃથ્વીનું
તળિયું વ્યર્થ ખોદે છે. ૩૪.
અધિકાર – ૨ઃ દાનનો ઉપદેશ ]૧૧૩