Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 35-36 (2. Danopadeshana).

< Previous Page   Next Page >


Page 114 of 378
PDF/HTML Page 140 of 404

 

background image
(वसंततिलका)
नष्टा मणीरिव चिराज्जलधौ भवे ऽस्मि-
न्नासाद्य चारुनरतार्थजिनेश्वराज्ञाः
दानं न यस्य स जडः प्रविशेत् समुद्रं
सच्छिद्रनावमधिरुह्य गृहीतरत्नः
।।३५।।
અનુવાદ : ઘણા લાંબા સમયથી સમુદ્રમાં નષ્ટ થયેલ મણિ સમાન આ
ભવમાં ઉત્તમ મનુષ્ય પર્યાય, ધન અને જિનવાણી પામીને જે દાન કરતો નથી તે
મૂર્ખ રત્નો લઈને છિદ્રવાળી નૌકામાં બેસીને સમુદ્રમાં પ્રવેશ કરે છે.
વિશેષાર્થ : જેવી રીતે સમુદ્રમાં પડેલું મણિનું ફરીથી પ્રાપ્ત થવું અતિશય કઠણ છે તેવી
જ રીતે મનુષ્ય પર્યાય આદિનું પણ ફરીથી પ્રાપ્ત થવું અતિશય કઠણ છે, તે જો ભાગ્યવશે કોઈને
પ્રાપ્ત થઈ જાય અને છતાં પણ જો તે દાનાદિ શુભ કાર્યોમાં પ્રવૃત્ત થતો નથી તો સમજવું જોઈએ
કે જેવી રીતે કોઈ મનુષ્ય ખૂબ મૂલ્યવાન રત્નો સાથે લઈને છિદ્રવાળી નાવમાં બેસે છે અને તેથી
તે તે રત્નો સાથે પોતે પણ સમુદ્રમાં ડૂબી જાય છે, આવી જ અવસ્થા ઉક્ત મનુષ્યની પણ થાય
છે. કારણ કે ભવિષ્યમાં સુખી થવાનું સાધન જે દાનાદિ કાર્યોથી ઉત્પન્ન થનારું પુણ્ય હતું તેને તેણે
મનુષ્ય પર્યાયની સાથે તેને યોગ્ય સંપત્તિ મેળવીને પણ કર્યું જ નહિ. ૩૫.
(वसंततिलका)
यस्यास्ति नो धनवतः किल पात्रदान-
मस्मिन् परत्र च भवे यशसे सुखाय
अन्येन केनचिदनूनसुपुण्यभाजा
क्षिप्तः स सेवकनरो धनरक्षणाय
।।३६।।
અનુવાદ : જે પાત્રદાન આ ભવમાં યશનું કારણ તથા પરભવમાં સુખનું
કારણ છે તેને જે ધનવાન મનુષ્ય કરતો નથી તે મનુષ્ય જાણે કોઈ બીજા અતિશય
પુણ્યશાળી મનુષ્ય દ્વારા ધનના રક્ષણ માટે સેવકના રૂપમાં જ રાખવામાં આવ્યો છે.
વિશેષાર્થ : જો ભાગ્યવશ ધનસંપત્તિની પ્રાપ્તિ થઈ તો તેનો સદુપયોગ પોતાની
યોગ્ય આવશ્યકતાની પૂર્તિ કરતા થકા પાત્રદાનમાં કરવો જોઈએ. પરંતુ જે મનુષ્ય પ્રાપ્ત
સંપત્તિનો ન તો સ્વયં ઉપભોગ કરે છે અને ન પાત્રદાન પણ કરે છે તે મનુષ્ય અન્ય ધનવાન
મનુષ્ય દ્વારા પોતાના ધનની રક્ષા માટે રાખવામાં આવેલ નોકર સમાન જ છે. કારણ કે જેવી
૧૧૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ