અનુવાદ : લોકમાં જે કંજૂસ મનુષ્યનું શરીર ભોગ અને દાન રહિત એવા
ધનરૂપી બંધનથી બંધાયેલું છે તેના જીવનનું શું પ્રયોજન છે? અર્થાત્ તેના જીવવાથી
કાંઈ પણ લાભ નથી. તેની અપેક્ષાએ તો તે કાગડો જ સારો છે જે ઊંચા અનેક
વચનો (કા, કા) દ્વારા બીજા કાગડાઓને બોલાવીને જ બલિ (શ્રાદ્ધમાં અપાયેલું દ્રવ્ય)
ખાય છે. ૪૬.
(वसंततिलका)
औदार्ययुक्त जनहस्तपरम्पराप्त-
व्यावर्तनप्रसृतखेदभरातिखिन्नाः ।
अर्था गताः कृपणगेहमनन्तसौख्य-
पूर्णा इवानिशमबाधमतिस्वपन्ति ।।४७।।
અનુવાદ : દાની પુરુષોના હાથો દ્વારા પરંપરાથી પ્રાપ્ત થયેલ જવા –
આવવાના વિપુલ ખેદના ભારથી જાણે અત્યંત વ્યાકુળ થઈને જ તે ધન કંજૂસ
મનુષ્યના ઘરને પ્રાપ્ત કરીને અનંત – સુખથી પરિપૂર્ણ થયું થકું નિરંતર નિર્બાધપણે
સૂવે છે.
વિશેષાર્થ : દાની પુરુષ પ્રાપ્ત ધનનો ઉપયોગ પાત્રદાનમાં કર્યા કરે છે. તેથી
પાત્રદાનજનિત પુણ્યના નિમિત્તે તે તેમને વારંવાર મળ્યા કરે છે, એનાથી ઉલ્ટું કંજૂસ મનુષ્ય પૂર્વના
પુણ્યથી પ્રાપ્ત થયેલ તે ધનનો ઉપયોગ ન તો પાત્રદાનમાં કરે છે અને ન પોતાના ઉપયોગમાં ય.
તે કેવળ તેનું સંરક્ષણ જ કરે છે. આ બાબતમાં ગ્રંથકાર ઉત્પ્રેક્ષા કરે છે કે તે ધન એમ વિચારી
જ જાણે કે ‘મને દાની પુરુષોને ત્યાં વારંવાર જવા – આવવાનું અસીમ કષ્ટ સહન કરવું પડે છે’
કંજૂસ મનુષ્યના ઘરમાં આવી ગયું છે. અહીં આવીને તે વારંવાર થતા ગમનાગમનના કષ્ટથી બચીને
નિશ્ચિન્ત રીતે સૂવે છે. ૪૭.
(वसंततिलका)
उत्कृष्टपात्रमनगारमणुव्रताढयं
मध्यं व्रतेन रहितं सुद्रशं जघन्यम् ।
निर्दर्शनं व्रतनिकाययुतं कुपात्रं
युग्मोज्झितं नरमपात्रमिदं च विद्धि ।।४८।।
અનુવાદ : ગૃહ રહિત મુનિને ઉત્તમ પાત્ર, અણુવ્રતોથી યુક્ત શ્રાવકને મધ્યમ
અધિકાર – ૨ઃ દાનનો ઉપદેશ ]૧૧૯