પ્રયત્ન કરે છે, પરંતુ આ મૂર્ખશિરોમણિ ઇષ્ટવિયોગમાં શોકાકુળ થઈને અને નવીન દુઃખને પણ
ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એનું પણ કારણ એ છે કે તે શોકથી ‘‘दुःख-शोक-तापाक्रन्दन-वध-
परिदेवनान्यात्म – परोभयस्थान्यसद्वेद्यस्य’’ આ સૂત્ર (ત. સૂ. ૬ – ૧૧) અનુસાર અશાતાવેદનીય કર્મનો જ
બંધ થાય છે, કે જેથી ભવિષ્યમાં પણ તેમને તે દુઃખની પ્રાપ્તિ અનિવાર્ય બની જાય છે. ૧૧.
(शार्दूलविक्रीडित)
किं जानासि न किं शृणोषि न न किं प्रत्यक्षमेवेक्षसे
निःशेषं जगदिन्द्रजालसद्रशं रम्भेव सारोज्झितम् ।
किं शोकं कुरुषे ऽत्र मानुषपशो लोकान्तरस्थे निजे
तत्किंचित्कुरु येन नित्यपरमानन्दास्पदं गच्छसि ।।१२।।
અનુવાદ : હે અજ્ઞાની મનુષ્ય! આ સમસ્ત જગત્ ઇન્દ્રજાળ સમાન વિનશ્વર
અને કેળના થડ સમાન નિઃસાર છે; આ વાત શું તું નથી જાણતો? શું શાસ્ત્રમાં
સાંભળ્યું નથી? અને શું પ્રત્યક્ષ નથી દેખતો? અર્થાત્ તમે એને અવશ્ય જાણો છો,
સાંભળો છો અને પ્રત્યક્ષપણે દેખો છો. તો પછી ભલા અહીં પોતાના કોઈ સંબંધી
મનુષ્યનું મરણ થતાં શોક કેમ કરો છો? અર્થાત્ શોક છોડીને એવો કાંઈક પ્રયત્ન
કરો કે જેથી શાશ્વત, ઉત્તમ સુખના સ્થાનભૂત મોક્ષને પામી શકો. ૧૨.
(वसंततिलका)
जातो जनो म्रियत एव दिने च मृत्योः
प्राप्ते पुनस्त्रिभुवने ऽपि न रक्षकोऽस्ति ।
तद्यो मृते सति निजे ऽपि शुचं करोति
पूत्कृत्य रोदिति वने विजने स मूढः ।।१३।।
અનુવાદ : જે મનુષ્ય ઉત્પન્ન થયો છે તે મૃત્યુનો દિવસ આવતાં મરે જ
છે, તે વખતે તેની રક્ષા કરનાર ત્રણે લોકમાં કોઈ પણ નથી. તેથી જે પોતાનું ઇષ્ટજન
મૃત્યુ પામે ત્યારે શોક કરે છે તે મૂર્ખ નિર્જન વનમાં બૂમો પાડીને રુદન કરે છે.
અભિપ્રાય એ છે કે જેવી રીતે જનશૂન્ય (મનુષ્ય વિનાના) વનમાં રુદન કરનારના
રોવાથી કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી તેવી રીતે કોઈ ઇષ્ટ જન મૃત્યુ પામતાં,
તેના માટે શોક કરવાવાળાને પણ કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, પરંતુ તેથી દુઃખદાયક
નવીન કર્મોનો જ બંધ થાય છે. ૧૩.
૧૨૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ