અનુવાદ : સંસારમાં લોકો પોતાના કોઈ સંબંધી મનુષ્યનું મૃત્યુ થતાં જે
વિલાપપૂર્વક ચીસો પાડીને રુદન કરે છે તથા તેનો જન્મ થતાં જે હર્ષ કરે છે તેને
ઉન્નત બુદ્ધિના ધારક ગણધર આદિ પાગલપણું કહે છે. કારણ કે મૂર્ખતાવશ જે ખોટી
પ્રવૃત્તિઓ કરવામાં આવી હોય તેનાથી થતા કર્મના પ્રકૃષ્ટ બંધ અને તેના ઉદયથી
સદા આ આખુંય વિશ્વ મૃત્યુ અને ઉત્પત્તિની પરંપરાસ્વરૂપ છે. ૨૩.
(शार्दूलविक्रीडित)
गुर्वी भ्रान्तिरियं जडत्वमथ वा लोकस्य यस्माद्वसन्
संसारे बहुदुःखजालजटिले शोकीभवत्यापदि ।
भूतप्रेतपिशाचफे रवचितापूर्णे श्मशाने गृहं
कः कृत्वा भयदादमङ्गलकृते भावाद्भवेच्छङ्कितः ।।२४।।
અનુવાદ : અનેક દુઃખોના સમૂહથી પરિપૂર્ણ એવા સંસારમાં રહેનાર મનુષ્ય
આપત્તિ આવતાં જે શોકાકુળ થાય છે એ તેની ઘણી મોટી ભ્રાન્તિ અથવા અજ્ઞાનતા
છે. બરાબર છે – જે વ્યક્તિ ભૂત, પ્રેત, પિશાચ, શિયાળ અને ચિત્તાઓથી ભરેસા એવા
અમંગળકારી સ્મશાનમાં મકાન બનાવીને રહે છે તે શું ભય ઉત્પન્ન કરનાર પદાર્થોથી
કદી શંકિત થાય? અર્થાત્ ન થાય.
વિશેષાર્થ : જેવી રીતે ભૂત – પ્રેતાદિથી વ્યાપ્ત સ્મશાનમાં ઘર બનાવીને રહેનાર મનુષ્ય
કદી અન્ય પદાર્થોથી ભયભીત થતો નથી તેવી જ રીતે અનેક દુઃખોથી પરિપૂર્ણ આ જન્મ – મરણરૂપ
સંસારમાં પરિભ્રમણ કરનાર જીવે પણ કોઈ ઇષ્ટવિયોગાદિરૂપ આપત્તિ આવતાં વ્યાકુળ ન થવું
જોઈએ. છતાં જો એવી આપત્તિઓ આવતાં પ્રાણી શોકાદિથી સંતપ્ત થાય છે તો એમાં તેની
અજ્ઞાનતા જ કારણ છે કેમ કે જ્યારે સંસાર સ્વભાવથી જ દુઃખમય છે તો આપત્તિઓનું આવવું
જવું તો રહેવાનું જ. તો પછી એમાં રહેતા થકા ભલા હર્ષ અને વિષાદ કરવાથી ક્યું પ્રયોજન સિદ્ધ
થવાનું? ૨૪.
(मालिनी)
भ्रमति नभसि चन्द्रः संसृतौ शश्वदङ्गी
लभत उदयमस्तं पूर्णतां हीनतां च ।
कलुषितहृदयः सन् याति राशिं च राशे-
स्तनुमिह तनुतस्तत्कात्र मुत्कश्च शोकः ।।२५।।
અધિકાર – ૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૩૩