Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 28-30 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 135 of 378
PDF/HTML Page 161 of 404

 

background image
અનુવાદ : પ્રિયજનનું મૃત્યુ થતાં જે શોક કરવામાં આવે છે તે તીવ્ર
અશાતાવેદનીય કર્મ ઉત્પન્ન કરે છે જે આગળ (ભવિષ્યમાં) પણ વિસ્તાર પામીને
પ્રાણીને સેંકડો પ્રકારે દુઃખ આપે છે. જેમ યોગ્ય ભૂમિમાં વાવવામાં આવેલું નાનકડું
વડનું બીજ પણ સેંકડો શાખાઓ સંયુક્ત વડવૃક્ષ રૂપે વિસ્તાર પામે છે તેથી જ આવો
અહિતકારી તે શોક પ્રયત્નપૂર્વક છોડી દેવો જોઈએ. ૨૭.
(आर्या)
आयुःक्षतिः प्रतिक्षणमेतन्मुखमन्तकस्य तत्र गताः
सर्वे जनाः किमेकः शोचयत्यन्यं मृतं मूढः ।।२८।।
અનુવાદ : પ્રત્યેક ક્ષણે જે આયુષ્યની હાનિ થઈ રહી છે એ યમરાજનું મુખ
છે. તેમાં (યમરાજના મુખમાં) બધા જ પ્રાણી પહોંચે છે. અર્થાત્ બધા પ્રાણીઓનું
મરણ અનિવાર્ય છે. છતાં એક પ્રાણી બીજા પ્રાણીનું મૃત્યુ થતાં શોક કેમ કરે છે?
અર્થાત્ જો બધા સંસારી પ્રાણીઓનું મરણ અવશ્ય થનાર છે તો એક બીજા મરતાં
શોક કરવો ઉચિત નથી. ૨૮.
(अनुष्टुभ्)
यो नात्र गोचरं मृत्योर्गतो याति न यास्यति
स हि शोकं मृते कुर्वन् शोभते नेतरः पुमान् ।।२९।।
અનુવાદ : જે મનુષ્ય અહીં મૃત્યુના વિષયને ન તો ભૂતકાળમાં પ્રાપ્ત થયો
હોય, ન વર્તમાનમાં પ્રાપ્ત થતો હોય અને ન ભવિષ્યમાં પ્રાપ્ત થવાનો હોય; અર્થાત્
જેનું મરણ ત્રણે કાળે સંભવ ન હોય તે જો કોઈ પ્રિયજનનું મરણ થતાં શોક કરે
તો એમાં તેની શોભા છે. પરંતુ જે મનુષ્ય સમયાનુસાર પોતે જ મરણને પ્રાપ્ત થાય
છે તેનું બીજા કોઈ પ્રાણીનું મરણ થતાં શોકાકુળ થવું અશોભનીય છે. અભિપ્રાય
એ છે કે જો બધા સંસારી પ્રાણી સમય અનુસાર મૃત્યુને પ્રાપ્ત થાય છે તો એકે
બીજાનું મૃત્યુ થતાં શોક કરવો ઉચિત નથી. ૨૯.
(मालिनी)
प्रथममुदयमुच्चैर्दूरमारोहलक्ष्मी-
मनुभवति च पातं सोऽपि देवो दिनेशः
અધિકાર૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૩૫