ઉદયમાં આવેલા કર્મનું નિવારણ કરવા માટે ઉપર્યુક્ત દેવાદિમાંથી કોઈ પણ સમર્થ
નથી. ૩૨.
(शार्दूलविक्रीडित)
गीर्वाणा अणिमादिस्वस्थमनसः शक्ताः किमत्रोच्यते
ध्वस्तास्ते ऽपि परम्परेण स परस्तेभ्यः कियान् राक्षसः ।
रामाख्येन च मानुषेण निहतः प्रोल्लङ्घ्य सो ऽप्यम्बुधिं
रामो ऽप्यन्तकगोचरः समभवत् को ऽन्यो बलीयान् विधेः ।।३३।।
અનુવાદ : અહીં અધિક શું કહેવું? અણિમા-મહિમા આદિ ૠદ્ધિઓથી સ્વસ્થ
મનવાળા જે શક્તિશાળી ઇન્દ્રાદિ દેવ હતા તે પણ કેવળ એક શત્રુ દ્વારા નાશ પામ્યા
છે. તે શત્રુ પણ રાવણ રાક્ષસ હતો જે તે ઇન્દ્રાદિની અપેક્ષાએ કાંઈ પણ નહોતો.
વળી તે રાવણ રાક્ષસ પણ રામ નામના મનુષ્ય દ્વારા સમુદ્ર ઓળંગીને માર્યો ગયો.
અંતે તે રામ પણ યમરાજનો વિષય બની ગયા અર્થાત્ તેને પણ મૃત્યુએ ન છોડ્યા.
બરાબર છે – દૈવથી અધિક બળવાન બીજું કોણ છે? અર્થાત્ કોઈ પણ નથી. ૩૩.
(शार्दूलविक्रीडित)
सर्वत्रोद्गतशोकदावदहनव्याप्तं जगत्काननं
मुग्धास्तत्र वधूमृगीगतधियस्तिष्ठन्ति लोकैणकाः ।
कालव्याध इमान् निहन्ति पुरतः प्राप्तान् सदा निर्दयः
तस्माज्जीवति नो शिशुर्न च युवा वृद्धोऽपि नो कश्चन ।।३४।।
અનુવાદ : આ સંસારરૂપી વન સર્વત્ર ઉત્પન્ન થયેલ શોકરૂપી દાવાનળ
(જંગલની અગ્નિ)થી વ્યાપ્ત છે. તેમાં મૂઢ મનુષ્યરૂપી હરણ સ્ત્રીરૂપી હરણીમાં
આસક્ત થઈને રહે છે. નિર્દય કાળ (મૃત્યુ) રૂપી વ્યાધ (શિકારી) સામે આવેલ
આ મનુષ્યોરૂપી હરણોનો સદાય નાશ કર્યા કરે છે. તેનાથી ન કોઈ બાળક બચે
છે, ન કોઈ યુવક બચે છે અને ન કોઈ વૃદ્ધ પણ જીવતો રહે છે. ૩૪.
(वसंततिलका)
संपच्चारुलतः प्रियापरिलसद्वल्लीभिरालिङ्गितः
पुत्रादिप्रियपल्लवो रतिसुखप्रायैः फलैराश्रितः ।
અધિકાર – ૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૩૭