ફેલાવવામાં આવેલ વૃદ્ધત્વરૂપી વિસ્તૃત જાળની વચ્ચે ફસાઈને નિકટવર્તી તીવ્ર
આપત્તિઓના સમૂહને પણ દેખતો નથી.
વિશેષાર્થ : જેવી રીતે માછલીઓ સરોવરમાં પાણીમાં ક્રીડા કરતી થકી તેમાં
એટલી આસક્ત થઈ જાય છે કે તેમને માછીમાર દ્વારા પોતાને પકડવા માટે ફેલાવવામાં
આવેલી જાળનું પણ ધ્યાન રહેતું નથી તેથી તેમને તેમાં ફસાઈને મરણનું કષ્ટ સહન કરવું
પડે છે. બરાબર એવી જ રીતે બિચારા આ પ્રાણીઓ પણ સંસારમાં શાતાવેદનીયજનિત અલ્પ
સુખમાં એટલા અધિક મગ્ન થઈ જાય છે કે તેને મૃત્યુ પ્રાપ્ત કરાવનાર વૃદ્ધત્વની પ્રાપ્તિ
થઈ જવા છતાં પણ તેનું ભાન નથી રહેતું અને તેથી અંતે તે કાળનો કોળિયો બનીને અસહ્ય
દુઃખ સહે છે. ૩૭.
(शार्दूलविक्रीडित)
शूण्वन्नन्तकगोचरं गतवतः पश्यन्बहून् गच्छतो
मोहादेव जनस्तथापि मनुते स्थैर्यं परं ह्यात्मनः ।
संप्राप्ते ऽपि च वार्धके स्पृहयति प्रायो न धर्माय यत्
तद्वध्नात्यधिकाधिकं स्वमसकृत्पुत्रादिभिर्बन्धनैः ।।३८।।
અનુવાદ : મનુષ્ય મરણ પામેલા જીવોના વિષયમાં સાંભળે છે તથા
વર્તમાનમાં તે મરણ પામનાર ઘણા જીવોને સ્વયં દેખે પણ છે; તો પણ તે કેવળ
મોહના કારણે પોતાને અતિશય સ્થિર માને છે. તેથી વૃદ્ધત્વને પ્રાપ્ત થવા છતાં પણ
તે ઘણું કરીને ધર્મની અભિલાષા કરતો નથી અને તેથી જ પોતાને નિરંતર પુત્રાદિરૂપ
બંધનોથી અત્યન્તપણે બાંધે છે. ૩૮.
(शार्दूलविक्रीडित)
दुश्चेष्टाकृतकर्मशिल्पिरचितं दुःसन्धि दुर्बन्धनं
सापायस्थिति दोषधातुमलवत्सर्वत्र यन्नश्वरम् ।
आधिव्याधिजरामृतिप्रभृतयो यच्चात्र चित्रं न तत्
तच्चित्रं स्थिरता बुधैरपि वपुष्यत्रापि यन्मृग्यते ।।३९।।
અનુવાદ : જે શરીર દુષ્ટ આચરણથી ઉપાર્જિત કર્મરૂપી કારીગર દ્વારા
રચવામાં આવ્યું છે, જેના સાંધા અને બંધનો નિંદ્ય છે, જેની સ્થિતિ વિનાશ
અધિકાર – ૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૩૯