Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 42-43 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 141 of 378
PDF/HTML Page 167 of 404

 

background image
(शार्दूलविक्रीडित)
राजापि क्षणमात्रतो विविधवशाद्रङ्कायते निश्चितं
सर्वव्याधिविवर्जितो ऽपि तरुणो ऽप्याशु क्षयं गच्छति
अन्यैः किं किल सारतामुगपते श्रीजीविते द्वे तयोः
संसारे स्थितिरी
द्रशीति विदुषा क्वान्यत्र कार्यो मदः ।।४२।।
અનુવાદ : ભાગ્યવશે રાજા ય ક્ષણવારમાં નિશ્ચયે રંક સમાન થઈ જાય છે
તથા સમસ્ત રોગ રહિત યુવાન પુરુષ પણ તરત જ મરણ પામે છે. આ રીતે અન્ય
પદાર્થોના વિષયમાં તો શું કહેવું? પણ જે લક્ષ્મી અને જીવન બન્ને ય સંસારમાં શ્રેષ્ઠ
ગણવામાં આવે છે તેમની પણ જો આવી (ઉપર્યુક્ત) સ્થિતિ છે તો વિદ્વાન્ મનુષ્યે
બીજા કોના વિષયમાં અભિમાન કરવું જોઈએ? અર્થાત્ અભિમાન કરવા યોગ્ય કોઈ
પદાર્થ અહીં સ્થાયી નથી. ૪૨.
(शार्दूलविक्रीडित)
हन्ति व्योम स मुष्टिनाथ सरितं शुष्कां तरत्याकुलः
तृष्णार्तो ऽथ मरीचिकाः पिबति च प्रायः प्रमत्तो भवन्
प्रोत्तुङ्गाचलचूलिकागतमरुत्प्रेङ्खत्प्रदीपोपमैः
यः सम्पत्सुतकामिनीप्रभृतिभिः कुर्यान्मदं मानवः
।।४३।।
અનુવાદ : સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થો ઊંચા પર્વતના શિખર પર
સ્થિત અને વાયુથી ચલાયમાન દીપક સમાન શીઘ્ર જ નાશ પામનારા છે. છતાં પણ
જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે છે તે જાણે મુઠ્ઠીથી આકાશનો
નાશ કરે છે અથવા વ્યાકુળ થઈને સૂકી (જળ રહિત) નદી તરે છે અથવા તરસથી
પીડાઈને પ્રમાદયુક્ત થયો થકો રેતીને પીવે છે.
વિષેષાર્થ : જેમ મુઠ્ઠીથી આકાશને પ્રહાર કરવો, જળરહિત નદીમાં તરવું અને તરસથી
પીડાઈને રેતીનું પાન કરવું; આ બધા કાર્ય અસંભવ હોવાથી મનુષ્યના અજ્ઞાનના દ્યોતક છે તેવી
જ રીતે જે સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થો દેખતા દેખતા જ નષ્ટ થનારા છે તેમના વિષયમાં
અભિમાન કરવું એ પણ મનુષ્યનું અજ્ઞાન પ્રગટ કરે છે. કારણ કે જો ઉક્ત પદાર્થો ચિરસ્થાયી
હોત તો તેમના વિષયમાં અભિમાન કરવું ઉચિત કહી શકાતું હતું, પણ તેમ તો છે નહિ. ૪૩.
અધિકાર૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૪૧