Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 44-45 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 142 of 378
PDF/HTML Page 168 of 404

 

background image
(शार्दूलविक्रीडित)
लक्ष्मी व्याधमृगीमतीव चपलामाश्रित्य भूपा मृगाः
पुत्रादीनपरान् मृगानतिरुषा निघ्नन्ति सेर्ष्यं किल
सज्जीभूतघनापदुन्नतधनुःसंलग्रसंहृच्छरं
नो पश्यन्ति समीपमागतमपि क्रुद्धं यमं लुब्धकम्
।।४४।।
અનુવાદ : રાજા રૂપી મૃગ અત્યંત ચંચળ એવી લક્ષ્મી રૂપી શિકારીની
હરણીનો આશ્રય લઈને ઇર્ષ્યાયુક્ત થતો થકો અતિશય ક્રોધથી પુત્રાદિ રૂપી બીજા
મૃગોનો ઘાત કરે છે. તેઓ તે યમરૂપી શિકારીએ ઘણી આપત્તિઓ રૂપી ધનુષ્યને
સુસજ્જ કરીને તેની ઉપર સંહાર કરનાર બાણ રાખી મૂક્યું છે તથા જે પોતાની સમીપે
આવી ગયો છે એવા તે ક્રોધે ભરાયેલા યમરૂપી શિકારીને પણ દેખતા નથી.
વિશેષાર્થ : જેવી રીતે હરણ શિકારી દ્વારા પકડવામાં આવેલી (મરણોન્મુખ)
હરણીના નિમિત્તે ઇર્ષ્યા યુક્ત થઈને બીજા હરણોનો તો ઘાત કરે છે પરંતુ તેઓ તે શિકારી
તરફ જોતા નથી કે જે તેમનો વધ કરવા માટે ધનુષ્ય-બાણથી સુસજ્જ થઈને સમીપમાં આવી
પહોચ્યો છે. બરાબર એવી જ રીતે રાજાઓ ચંચળ રાજ્યલક્ષ્મીના નિમિત્તે ક્રુદ્ધ બનીને
બીજાઓની તો શું વાત પણ પુત્રાદિનો પણ ઘાત કરે છે, પરંતુ તેઓ તે યમરાજ (મૃત્યુ)
ને જોતા નથી કે જે અનેક આપત્તિઓમાં નાખીને તેમને ગ્રહણ કરવા માટે સમીપમાં આવી
ગયો છે. તાત્પર્ય એ છે કે જે ધન
સંપત્તિ થોડો જ સમય રહીને નિયમથી નષ્ટ થઈ જવાની
છે તેના નિમિત્તે મનુષ્યોએ બીજા પ્રાણીઓને કષ્ટ ન પહોંચાડવું જોઈએ. પણ પોતાની જાતને
ય નશ્વર સમજીને કલ્યાણના માર્ગમાં લાગી જવું જોઈએ. ૪૪.
(शार्दूलविक्रीडित)
मृत्योर्गोचरमागते निजजने मोहेन यः शोककृत्
नो गन्धोऽपि गुणस्य तस्य बहवो दोषाः पुनर्निश्चितम्
दुःखं वर्धत एव नश्यति चतुर्वर्गो मतेर्विभ्रमः
पापं रुक् च मृतिश्च दुर्गतिरथ स्याद्दीर्घसंसारिता
।।४५।।
અનુવાદ : પોતાના કોઈ સંબંધી પુરુષનું મૃત્યુ થતાં જે અજ્ઞાન વશે શોક
કરે છે તેની પાસે ગુણની ગંધ (લેશમાત્ર) પણ નથી, પરંતુ દોષ તેની પાસે ઘણા
છે; એ નક્કી છે. આ શોકથી તેનું દુઃખ અધિક વધે છે; ધર્મ, અર્થ, કામ અને
૧૪૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ