મોક્ષરૂપ ચારે પુરુષાર્થ નષ્ટ થાય છે, બુદ્ધિમાં વિપરીતતા આવે છે તથા પાપ
(અશાતાવેદનીય) કર્મનો બંધ પણ થાય છે. રોગ ઉત્પન્ન થાય છે અને અંતે મરણ
પામીને તે નરકાદિ દુર્ગતિ પામે છે. આ રીતે તેનું સંસાર પરિભ્રમણ લાંબુ થઈ
જાય છે. ૪૫.
(आर्या)
आपन्मयसंसारे क्रियते विदुषा किमापदि विषादः ।
कस्त्रस्यति लङ्घनतः प्रविधाय चतुष्पथे सदनम् ।।४६।।
અનુવાદ : આ આપત્તિ સ્વરૂપ સંસારમાં કોઈ વિશેષ આપત્તિ પ્રાપ્ત
થતાં વિદ્વાન્ મનુષ્ય શું ખેદ કરે છે? અર્થાત્ નથી કરતો. બરાબર છે – ચોકમાં
(જ્યાં ચારે તરફ રસ્તા જાય છે) મકાન બનાવીને ક્યો મનુષ્ય ઓળંગી જવાના
ભયથી દુઃખી થશે? અર્થાત્ કોઈ નહિ થાય.
વિશેષાર્થ : જેવી રીતે ચોકમાં સ્થિત રહીને જો કોઈ મનુષ્ય ગાડી આદિ
દ્વારા કચરાઈ જવાની આશંકા કરે તો એ તેનું અજ્ઞાન જ કહેવાય છે. બરાબર
એ જ રીતે જ્યાં સંસારનું સ્વરૂપ જ આપત્તિમય છે ત્યાં ભલા એવા સંસારમાં
રહીને કોઈ આપત્તિ આવતાં ખેદખિન્ન થવું, એ પણ અતિશય અજ્ઞાનપણાનું જ
દ્યોતક છે. ૪૬.
(वसंततिलका)
वातूल एष किमु किं ग्रहसंगृहीतो
भ्रान्तोऽथ वा किमु जनः किमथ प्रमत्तः ।
जानाति पश्यति शृणोति च जीवितादि
विद्युच्चलं तदपि नो कुरुते स्वकार्यम् ।।४७।।
અનુવાદ : આ મનુષ્ય શું વાનો રોગી છે, શું ભૂત-પિશાચ આદિથી ગ્રહાયો
છે, શું ભ્રાન્તિ પામ્યો છે અથવા શું પાગલ છે? કારણ કે તે ‘જીવન આદિ વીજળી
સમાન ચંચળ છે’ આ વાત જાણે છે, દેખે છે અને સાંભળે પણ છે; તો પણ પોતાનું
કાર્ય (આત્મહિત) કરતો નથી. ૪૭.
અધિકાર – ૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૪૩